ટોક્યો, જાપાનઃ વિજ્ઞાન ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. કેન્સરને બાદ કરતા અત્યારે ભાગ્યે જ કોઈ એવો રોગ હશે તેની સારવાર ના થઈ શકતી હોય છે. પરંતુ ખુશીની વાત એ છે કે, હવે કેન્સરનું નિદાન પણ શક્ય બની શકે તેમ છે. માત્ર નિદાન જ નહીં પરંતુ કેન્સરને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાશે તેવી જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા શોધ કરવામાં આવી છે. જો કે, હજી પણ પરિક્ષણ ચાલી રહ્યું છે. ચાલો વિગતે જોઈએ જાપાનના વૈજ્ઞાનિકોએ શું ક્રાંતિ લાગી છે.
વૈજ્ઞાનિકોએ 45 જેટલા જુદા જુદા બેક્ટેરિયાની શોધ કરી
જાપાનની સાયન્સ અને ટેકનોલોજી ઈન્સ્ટિટયૂટ (Japan Advanced Institute of Science and Technology)ના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે. આ વૈજ્ઞાનિકોએ ગરોળી અને દેડકાં જેવા સજીવોમાંથી 45 જેટલા જુદા જુદા બેક્ટેરિયાની શોધ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આમાંથી 9 બેક્ટેરિયા એવા છે જે કેન્સર સામે લડવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકોને એક જાપાનીજ ટ્રી ફ્રોગ નામના દેડકાંના શરીર માંથી ઈવિન્જેલા અમેરિકાના નામનો બેક્ટેરિયા મળી આવ્યો છે. આ બેક્ટેરિયા કેન્સરને નાબુદ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. જેથી માનવ જીવન માટે ઘણો ફાયદાકારક સાબિત શકે છે.
અમેરિકાના નામનો બેક્ટેરિયા કેન્સર સામે લડવામાં સક્ષમ
આ વૈજ્ઞાનિકોએ અમેરિકાના નામના બેક્ટેરિયાને ઉંદરો પર પ્રયોગ કર્યો હતો. જે પ્રયોગ એક હદ સુધી તો સફળ રહ્યો છે. કારણ કે, અમેરિકાના નામના બેક્ટેરિયાના કારણે ઉંદરના શરીરમાંથી કેન્સર સાવ મટી ગયું હતું. એટલું જ નહીં પરંતુ જ્યારે ઉંદરના શરીરમાં ફરીથી કેન્સરના કોષ નાખવામાં આવ્યાં ત્યારે તેની ઉંદરના શરીરમાં કોઈ અસર થઈ ન હતી. 30 દિવસ પછી આ ઉંદરના શરીરમાં કેન્સરના સેલ નાખ્યા તો એની કોઈ જ અસર ઉંદરના શરીરમાં થઈ નહીં. એટલે કે, આ બેક્ટેરિયા સંપૂર્ણ રીતે કેન્સર સામે લડવા માટે સક્ષમ સાબિત થયાં છે.
જાપાનના વૈજ્ઞાનિકોએ કરી બતાવી કમાલ
જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું તેનો રિપોર્ટ ગટ માઈક્રોબ્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો. આ સાથે સાથે સાયન્સ એલર્ટ, ન્યૂઝ મેડિકલ વગેરે પ્લેટફોર્મમાં પણ આ રિપોર્ટને પ્રસારિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટની અત્યારે વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહી છે. જાપાનના વૈજ્ઞાનિકોનું આ સંશોધન ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. કેન્સરના નિદાન માટે કેટલાય વર્ષોછી વૈજ્ઞાનિકો દ્વારા હજારો સંશોધનો કરવામાં આવ્યાં છે. પરંતુ કોઈને સફળતા મળી નથી. કેટલાય વર્ષો બાદ જાપાનના વૈજ્ઞાનિકોને સફળતા મળી છે.