Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતના 42 ક્લાસ 2 RTO અધિકારીઓની બઢતી સાથે બદલી : કોને ક્યાં મૂકાયા ?

2 hours ago
Author: MayurKumar Patel
Video

ગાંધીનગરઃ રાજ્યમાં 42 કલાસ 2 RTO અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. મોટર વાહન ખાતામાં મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2 તરીકે ફરજ બજાવતકા અધિકારીઓને સહાયક પ્રાદેશિક વાહન વ્યવાહર અધિકારી/સહાયક વાહન વ્યવહાર નિયામક, વર્ગ-2 સંવર્ગ (પે મેટ્રીક્ષ લેવલ - 9 રૂ. 53,00-1,67,800)માં બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.

રઘુદત્ત પ્રવિણભાઈ પટેલની આરટીઓ આણંદથી બાવળા, વિશાલ સુરેશભાઈ ચૌહાણની આરટીઓ અંજારથી નવસારી, પ્રદિપસિંહ પરબતસિંહ વાઘેલાની આરટીઓ ભુજથી વડોદરા, પાર્થ અશોકકુમાર જોષીની આરટીઓ બારડોલાથી પાલનપુર, કુલદિપસિંહ ગીરીરાજસિંહ જાડેજાની એઆરટીઓ પોરબંદરથી નડીયાદ ખાતે બઢતી

પિયુષસિંહ પ્રવિણસિંહ ચાવડાની આરટીઓ મહેસાણાથી વડોદરા, અનિષખાન અઝગરખાન પઠાણની આરટીઓ ગાંધીનગરથી અમદાવાદ, મેઘલ સંતોષકુમાર પંચાલની આરટીઓ અમદાવાદથી ગાંધીનગર, દિલીપકુમાર ભગવાનદાસ વણકરની આરટીઓ ગાંધીનગરથી પાલનપુર, યશપાલસિંહ હેમંતસિંહ સરવૈયાની એઆરટીઓ ગીર સોમનાથથી પોરબંદર, અંકિત અશોક શાહની વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગરથી સુરત, અમર જયંતકુમરા વ્યાસની આરટીઓ અમદાવાદથી જામનગર, નારણસિંહ કેશવસિંહ સોલંકીની આરટીઓ આણંદથી સુરત, સંકેતકુમાર બાબાભાઈ પટેલ રોડ સેફ્ટી ઓથોરિટી ગાંધીનગરથી લુણાવાડા, પ્રદિપસિંહ ઈન્દ્રસિંહ રાણાની આરટીઓ અમદાવાદ પૂર્વથી વડોદરા, જિગ્નેશકુમાર કિરીટભાઈ મોઢની આરટીઓ મહેસાણાથી પાટણ, મૌલિક દેવરાજભાઈ પાનસેરીયા આરટી અમદાવાદ પૂર્વ (વસ્ત્રાલ)થી સુરેન્દ્રનગર, ભાવેશકુમાર સાદુભાઈ કળસરીયાની આરટીઓ વડોદરાથી અમરેલી, રવિન્દ્ર માનસિંહ ચૌધરીની આરટીઓ નડીયાદથી સુરત ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.

કુમારી ઋત્વિજા પ્રશાંત દાણીની રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગરથી બોટાદ, પાર્થ ગોવિંદભાઈ ગઢવીની આરટીઓ ભરૂચથી ભુજ, રાજુભાઈ બાબુભાઈ લોઢાની આરટીઓ ગોધરાથી અમદાવાદ, મેહુલકુમાર ધીરૂભાઈ ચૌધરીની આરટીઓ વલસાડથી નવસારી બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.