ન્યુ યોર્ક: નવા વર્ષની શરૂઆત સાથે યુએસના મેગા સીટી ન્યૂ યોર્કમાં એક અતિહાસિક ઘટના નોંધાઈ, ભારતીય મૂળના ઝોહરાન મમદાનીએ ન્યૂ યોર્કના મેયર તરીકે સપથ ગ્રહણ કર્યા. ન્યુ યોર્કના એક બંધ થઇ ગયેલા સબવે સ્ટેશન પર તેમણે ઇસ્લામ ઘર્મના પવિત્ર ગ્રંથ કુરાન પર હાથ રાખીને સપાથ લીધા.
ડેમોક્રેટ પક્ષના ઝોહરાન મમદાની ન્યુ યોર્કના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે. ન્યુયોકના બંધ થઇ ગયેલા ઓલ્ડ સિટી હોલ સબવે સ્ટેશન પર ઝોહરાન મમદાનીને રાજકીય સાથી લેટિશિયા જેમ્સે સપાથ લેવડાવ્યા હતાં. આ દરમિયાન ઝોહરાનનાં પત્ની રામા દુવાજી હાજર રહ્યા હતાં.
સપથ ગ્રહણ દરમિયાન ઝોહરાને કહ્યું,"આ ખરેખર જીવનભરનું સન્માન અને વિશેષાધિકાર છે."
ન્યુયોર્કના ઈતિહાસમાં એક નવું ચેપ્ટર!
ઝોહરાનના મોટાભાગના પુરોગામીઓએ ઈસાઈ ધર્મના પવિત્ર ધર્મગ્રંથ બાઇબલ પર હાથ રાખીને સપાથ લીધા હતાં, ઝોહરાને કુરાન પર હાથ રાખીને સપાથ લેતા ન્યુયોર્કના ઈતિહાસમાં એક નવું ચેપ્ટર લખાયું છે. નોંધનીય છે કે યુએસના ફેડરલ, સ્ટેટ કે સીટીના બંધારણને શપથમાં દરમિયાન કોઈપણ ધાર્મિક ગ્રંથનો ઉપયોગ કરવો ફરજીયાત નથી.
જાહેર પરિવહન પર ધ્યાન:
નોંધનીય છે કે ગત વર્ષે મેયર પદની ચૂંટણીના પ્રચારમાં પરવડે તેવી જાહેર પરિવહનની સુવિધા મુખ્ય મુદ્દામાંનો એક હતો. મેયર તરીકેના તેમના પહેલા સંબોધનમાં મામદાનીએ કહ્યું કે આ જૂનું સબવે સ્ટેશન શહેરની જીવનશક્તિ, આરોગ્ય અને વારસા માટે જાહેર પરિવહનના મહત્વનો તેનું પ્રતિક છે. સપથ ગ્રહણ કર્યા બાદ ઝોહરાને માઈક ફ્લાયનની ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના કમિશનર તરીકે નિમણૂકની પણ જાહેરાત કરી.
આગામી દિવસોમાં, ઝોહરાન અને તેમની પત્ની સાથે તેમના એક બેડરૂમના, ભાડા એપાર્ટમેન્ટમાંથી મેનહટનમાં સ્થિત ભવ્ય મેયર નિવાસસ્થાનમાં રહેવા જશે.
મોટા સમારોહમાં બીજીવાર સપથ લેશે:
મામદાની બપોરે 1 વાગ્યે સિટી હોલ ખાતે એક જાહેર સમારોહમાં ફરીથી શપથ લેશે, જ્યાં યુએસ સેનેટર બર્ની સેન્ડર્સ તેને સપથ લેવડાવશે. ત્યાર બાદ બ્રોડવેના "કેન્યોન ઓફ હીરોઝ" પર એક જાહેર બ્લોક પાર્ટી યોજાશે.