Mon Dec 22 2025

Logo

White Logo

મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું 2026નું રજાઓનું લિસ્ટ! : વર્ષભરમાં મળશે કુલ 24 જાહેર રજાઓ...

2 days ago
Author: Darshana Visaria
Video

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2025ના અંતમાં જ 2026માં આવનારી જાહેર રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ રજાઓ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881ની ધારા 25 હેઠળ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર રાજ્યભરની સરકારી ઓફિસ, સંસ્થા, શાળા, કોલેજ વગેરેમાં આ રજાઓ લાગુ થશે. આવો જોઈએ 2024માં આખા રાજ્યમાં ક્યાં અને કેટલા પબ્લિક હોલિડે જાહર કરવામાં આવ્યા છે, આ સિવાય બેંકો માટે પણ અલગ રજાઓ જાહર કરવામાં આવી છે. 

દર વર્ષે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવા વર્ષમાં આવનારી રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. આ જ અનુસંધાનમાં સરકાર દ્વારા હાલમાં 2026માં આવનારા પબ્લિક હોલીડેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. 2026માં કુલ 24 રજાઓ રહેશે. ચાલો નજર કરીએ 2026ના પબ્લિક હોલીડે પર.... 

2026માં મહારાષ્ટ્રમાં આ દિવસે રહેશે જાહેર રજા-

26મી જાન્યુઆરી, 2026ના સોમવારઃ ગણતંત્ર દિવસ
15મી ફેબ્રુઆરી, 2026ના રવિવારઃ મહાશિવરાત્રિ
19મી ફેબ્રુઆરી, 2026ના ગુરુવારઃ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ
ત્રીજી માર્ચ, 2026ના મંગળવારઃધૂળેટી
19મી માર્ચ, 2026ના ગુરુવારઃ ગૂડી પાડવો
21મી માર્ચ, 2026ના શનિવારઃ રમજાન ઈદ
26મી માર્ચ, 2026ના ગુરુવારઃ રામ નવમી
31મી માર્ચ, 2026વા મંગળવારઃ મહાવીર જન્મકલ્યાણક
ત્રીજી એપ્રિલ, 2026ના શુક્રવારઃ ગુડ ફ્રાઈડે
14મી એપ્રિલ, 2026ના મંગળવારઃ ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ
પહેલી મે, 2026ના શુક્રવારઃ મહારાષ્ટ્ર ડે, બુદ્ધ પૌર્ણિમા
28મી મે, 2026ના ગુરૂવારઃ બકરી ઈદ
26મી જૂન, 2026ના શુક્રવારઃ મોહર્રમ
15મી ઓગસ્ટ, 2026ના શનિવારઃ સ્વતંત્રતા દિવસ, પારસી નવું વર્ષ
26મી ઓગસ્ટ, 2026ના બુધવારઃ ઈદ-એ-મિલાદ
14મી સપ્ટેમ્બર, 2026ના સોમવારઃ ગણશે ચતુર્થી
બીજી ઓક્ટોબર, 2026ના શુક્રવારઃ મહાત્મા ગાંધી જયંતિ
20મી ઓક્ટોબર, 2026ના મંગળવારઃ દશેરા
8મી નવેમ્બર, 2026ના રવિવારઃ દિવાળી લક્ષ્મી પૂજા
10મી નવેમ્બર, 2026ના મંગળવારઃ દિવાળી (બલિ પ્રતિપદા)
24મી નવેમ્બર, 2026ના મંગળવારઃ ગુરુ નાનક જયંતિ
25મી ડિસેમ્બર, 2026ના શુક્રવારઃ ક્રિસમસ

બેંક માટેની ખાસ રજાઃ 
પહેલી એપ્રિલ, 2026ના બુધવારઃ યર્લી એકાઉન્ટ ક્લોઝિંગ

રાજ્ય સરકાર અને સ્થાનિક યુનિટ ઓફિસ માટે વધારાની રજા
11મી નવેમ્બર, 2026ના બુધવારઃ ભાઈબીજ

જોઈ લીધી ને 2026ના આવનારી રજાઓની યાદી. આ રજાઓ જોઈને જ હવે તમે પણ તમારા કામ કાજના પ્લાનિંગ એ જ રીતે કરજો, જેથી તમારે આ રજાઓને કારણે હેરાન થવાનો વારો ના આવે. આ સાથે સાથે આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરજો. આવા જ કામના અને બીજા મહત્ત્વના સમાચારો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...