Logo

White Logo

Breaking News

બ્રેકિંગ ન્યૂઝ : 02 Nov 2025

6 hours ago
Author: Mumbai Samachar
Video


દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

 

Live Updates

5 hours ago

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ વિસ્તારમાં વિકાસ કાર્યો પર રોક લગાવવામાં આવી હતી. જયારે હવે એનઆઈએ  જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બાયસરન વિસ્તારમાં 1.4 કિલોમીટરના કેબલ કાર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 120 કરોડનો છે. જે  18 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે  અને  પ્રવાસનને વેગ આપશે.

6 hours ago

નવી મુંબઈમાં ભારતની યુવાન અને આક્રમક ઓપનર શેફાલી વર્મા (87 રન, 78 બૉલ, બે સિક્સર, સાત ફોર) સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત વતી ધમાકેદાર પર્ફોર્મ કરીને માત્ર 13 રન માટે વન-ડે કરીઅરની પહેલી સેન્ચુરી ચૂકી ગઈ હતી. તેણે સ્મૃતિ મંધાના (45 રન) સાથે 104 રનની અને જેમિમા રૉડ્રિગ્સ (24 રન, 37 બૉલ, એક ફોર) સાથે 62 રનની ભાગીદારી કરી હતી. ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં મૅચ-વિનિંગ અણનમ 127 રન કરનાર જેમિમા પેસ બોલર ખાકાના બૉલમાં કૅપ્ટન વૉલ્વાર્ટને કૅચ આપી બેઠી હતી. એ પહેલાં, ખાકાના જ બૉલમાં શેફાલી સુન લુસના હાથમાં કૅચઆઉટ થઈ હતી. 32મી ઓવરને અંતે ભારતનો સ્કોર 3/175 હતો. કૅપ્ટન હરમનપ્રીત સાથે આક્રમક બૅટર દીપ્તિ શર્મા રમી રહી હતી.

6 hours ago

ભારતની ઓપનર શેફાલી વર્મા (83 નૉટઆઉટ, 73 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને સેમિ ફાઇનલની સુપરસ્ટાર વનડાઉન પ્લેયર જેમિમા રૉડ્રિગ્સ (19 નૉટઆઉટ, 26 બૉલ, એક ફોર)ની જોડીએ સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતના રનમશીનને વધુ વેગ આપ્યો છે. તેમણે ટીમનો સ્કોર 150ને પાર કરાવવા ઉપરાંત 49 બૉલમાં 50 રનની ભાગીદારી કરી છે. 45 રન કરનાર સ્મૃતિ મંધાનાની વિદાય બાદ આ બન્ને બૅટરે ટીમની બાજી સંભાળી લીધી છે. આ લખાઈ રહ્યું હતું ત્યારે ભારતનો સ્કોર 26.2 ઓવરમાં 1/159 હતો.