Mon Dec 08 2025

Logo

White Logo

એલોન મસ્કે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા વ્યક્ત કરી : કહ્યું ન્યુકિલયર વોર પણ શક્ય

washington   4 days ago
Author: Chandrakant Kanoja
Video

વોશિંગ્ટન : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને અન્ય દેશો વચ્ચેના તણાવ દરમિયાન ટેકનોક્રેટ અને અમેરિકાના ઉદ્યોગપતિ એલોન મસ્કએ મોટી આશંકા વ્યક્ત કરી છે. એલોન મસ્કે કહ્યું  છે કે વર્ષ 2030 સુધી દુનિયામાં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. જેમાં અનેક દેશ તબાહ થશે તેમજ તે ન્યુકિલયર વોર પણ હોઈ શકે છે.  એલોન મસ્કે જણાવ્યું કે વિશ્વના અનેક દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેના લીધે આગામી પાંચ કે દશ વર્ષમાં વિશ્વ યુદ્ઘ થશે. 

વિશ્વની સરકારો બેદરકાર બની ગઈ

આ અંગે હન્ટર એશ નામના યુઝરે  એક્સ પોસ્ટમાં લખ્યું છે કે વિશ્વની સરકારો બેદરકાર બની ગઈ છે. પરમાણુ શસ્ત્રો હોવાથી સરકારોએ એકબીજા પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. તેથી આ દેશો એક દિવસ આમને સામને આવશે. 

આ યુઝર્સની પોસ્ટ પર માર્કોએ પોતાની પોસ્ટમાં જીડીપીના માધ્યમથી ચિત્ર સ્પષ્ટ કરી રહ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું કે માત્ર અલ સ્લાવાડોર સિવાય કોઈ દેશે લોકોનો વિકાસ નથી કર્યો ? આ બંનેની પોસ્ટ પર એલોન મસ્કે પ્રતિક્રિયા આપી હતી અને વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી છે. 

યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ

ઉલ્લેખનીય છે કે, અત્યારે  યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને  વેનેઝુએલા વચ્ચે  વિવાદમાં છે. તેવી જ રીતે, તાઇવાન અને ફિલિપાઇન્સ ચીન સાથે વિવાદમાં છે. ઇઝરાયલ  ઇરાન, સીરિયા, પેલેસ્ટાઇન અને લેબનોન જેવા દેશો સામે લડી રહ્યું છે.

વિશ્વના 193 દેશોમાંથી 70 થી વધુ દેશમાં અરાજકતા 

તેમજ આફ્રિકન દેશોમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. હાલ  વિશ્વના 193 દેશોમાંથી 70 થી વધુ દેશો કાં તો યુદ્ધમાં લડી રહ્યા છે અથવા યુદ્ધમાં ફસાયેલા છે. યુદ્ધમાં રહેલા દેશોમાંથી રશિયા અને ઇઝરાયલ પરમાણુ શસ્ત્રો ધરાવે છે. આ ઉપરાંત અમેરિકા, પાકિસ્તાન, ભારત, ફ્રાન્સ, બ્રિટન અને ચીન પાસે પણ પરમાણુ શસ્ત્રો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ અનુસાર, હાલમાં વિશ્વમાં આશરે 12,000 પરમાણુ શસ્ત્રો છે. આ શસ્ત્રો ઓછામાં ઓછા 15 વખત વિશ્વને તબાહ કરી શકે છે.