Mon Dec 22 2025

Logo

White Logo

મતદારોએ પાઠ ભણાવ્યો હોવા છતાં શિવસેના (યુબીટી) : હાર સ્વીકારવા તૈયાર નથી: શિરસાટ

3 hours ago
Author: Vipul Vaidya
Video

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે સોમવારે જણાવ્યું હતું કે મતદારોએ પક્ષને પાઠ ભણાવ્યો હોવા છતાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ચુકાદાને સ્વીકારવા તૈયાર નથી.

રવિવારે જાહેર થયેલા પરિણામોમાં, ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 288 મ્યુનિસિપલ કાઉન્સિલો અને નગર પંચાયતોમાં 207 પ્રમુખ પદો જીત્યા છે. વિપક્ષ મહા વિકાસ આઘાડી 44ની સામૂહિક સંખ્યા સાથે આવી શકે છે.

ભાજપે નગર પ્રમુખોના 117 પદો, શિવસેનાએ 53 પદો અને એનસીપીએ 37 પદો જીત્યા છે. કોંગ્રેસે 28, એનસીપી (એસપી)એ સાત અને શિવસેના (યુબીટી)એ નવ પદો જીત્યા છે.
પત્રકારો સાથે વાત કરતા, શિરસાટે કહ્યું હતું કે, ‘શિવસેના (યુબીટી) તેની હાર સ્વીકારવા તૈયાર નથી. મતદારોએ તેમને તેમના અગાઉના કાર્યો માટે પાઠ ભણાવ્યો છે. લોકો અને અમે હવે તે પક્ષને ગંભીરતાથી લેતા નથી. તેમની પાસે અહીંથી પાછા ફરવાની કોઈ તક નથી.’

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે જોડાણની વાટાઘાટો પર ટિપ્પણી કરતા, તેમણે કહ્યું, ‘પહેલાં તેઓ રાજ ઠાકરે વિરુદ્ધ વાતો કરતા હતા અને હવે રાઉત ઠાકરેના નિવાસસ્થાને જઈ રહ્યા છે. સંજય રાઉત હવે શિવસેના (યુબીટી) ના વડા હોય એવું લાગે છે.’

જોકે, શિરસાટે ઉમેર્યું હતું કે રાજ ઠાકરે રાજકારણમાં ચોક્કસ કદ ધરાવે છે અને તેઓ રાઉતને ગંભીરતાથી લેશે નહીં. છત્રપતિ સંભાજીનગરમાં નગર નિગમ ચૂંટણી માટે શિવસેના અને ભાજપ વચ્ચેના જોડાણ વિશે પૂછવામાં આવતા, શિરસાટે એવો દાવો કર્યો હતો કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની પાર્ટી શહેર અને જિલ્લામાં ‘ઉચ્ચ હાથ’ હોવા છતાં બેઠકોનો મોટો હિસ્સો માગતી નથી.

‘અમારું માનવું છે કે સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ સાથે આવીને ગઠબંધન બનાવવું જોઈએ. મેં આ માટે પહેલ કરી છે અને અમને આજ સુધીમાં અંતિમ પરિણામની અપેક્ષા છે,’ એવો દાવો શિરસાટે કર્યો હતો.