Mon Dec 22 2025

Logo

White Logo

ગુજરાત પોલીસના 75 PI ને DySP તરીકે પ્રમોશન, : પોલીસ બેડામાં ખુશીનો માહોલ

2 days ago
Author: Devayat Khatana
Video

અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ ઇન્સ્પેક્ટરો માટે આનંદના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ  દ્વારા તાજેતરમાં ૭૫ જેટલા PI ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે પ્રમોશન આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બઢતીને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આ યાદીમાં જે. કે. પટેલને એસ. સી. અને એસ. ટી. સેલ વલસાડ, પી.એન.પટેલને કરજણ, એસ. સી. તરડેને જે ડિવિઝન સુરત, એચ.બી. વાઘેલાની પેટલાદ, એલ. ડી. વાગડિયાને   સુરત ઇંટેલીજન્સ, આર. એસ. ડોડીયાને વડોદરા સી. આઈ.ડી ક્રાઇમ, ડી. વી. દવેની સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગર, આર.બી. દેસાઇને એસીબી અમદાવાદ, એ.એ.શેખને પોલિસ તાલીમ શાળા વડોદરા, એમ.એચ. પુવારને એસીબી અમદાવાદ, આર. એમ સરોદેને કલોલ, જે. એચ. દહિયાને શિહોર, કે. એમ. પ્રિયદર્શીને ગાંધીનગર ઇન્ટેલીજ્ન્સ, એન.કે.વ્યાસને જે. ડિવિઝન અમદાવાદ, પી.એ.આર્યને અમદાવાદ ટ્રાફિકમાં બઢતી આપવામાં આવી છે. 

એફ.બી.પઠાણને વિજીલન્સ સેલ, આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર ખાતે,    એ.એચ.રાજપુતને લાજપોર જેલ, સુરત ખાતે, સી.યુ.પારેવાને સુરત કંટ્રોલ રૂમ, વી.જે.વ્યાસને રાજકોટ ગ્રામ્ય ખાતે, પી.ડી.પરમારને  ટ્રાફીક બી-ડિવિઝન, અમદાવાદ શહેર ખાતે તેમજ એસ.એસ.ભદોરિયાને ચોટીલા ખાતે બઢતી આપવામાં આવી છે.