નવી દિલ્હીઃ અરવલ્લી પર્વતમાળાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પહેલા તો સોશિયલ મીડિયામાં લોકો સરકારનો વિરોધ કરવાનું અને અરવલ્લી બચાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. અત્યારે અરવલ્લી પર્વતમાળાની સુરક્ષાની માંગ સાથે વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષાના કારણે અહીં મોટી માત્રામાં ખનનને મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના આ દાવાનો ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ અરવલ્લી મામલે ભ્રમ ફેલાવી રહી છે.
અરવલ્લી પર્વતમાળા મામલે કોંગ્રેસે શું દાવો કર્યો?
કોંગ્રેસને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, અરવલ્લી મામલે જો નવો આદેશ લાગુ કરવામાં આવશે તો સંપૂર્ણ ક્ષેત્રનું પર્યાવરણ સંતુલન, અનેક રાજ્યો અને અડધા ભારત પર અસર થવાની છે. અરવલ્લીની પર્વતમાળા થારના રણમાંથી આવતી રેતને રોકો છે, જેના કારણે દિલ્હી, હરિયાણા અને ગુજરાતના અનેક વિસ્તારોની ખેતી અને જીવનને વચાવે છે, પરંતુ હવે તો આ નવી પરિભાષાને લાગુ કરી દેવામાં આવશે તો ખેતી અને જીવનને અસર થવાની છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ એવી પણ ચેતવણી આપતા કહ્યું કે, અરવલ્લીને નુકસાન પહોંચાડવાના કાર્યને દેશ અને ક્ષેત્રની વિરોધમાં ગણવામાં આવશે. એટલે વિપક્ષનું કહેવું છે કે લોકો અત્યારે અરવલ્લી પર્વતમાળા બચાવો અભિયાન ચલાવી રહ્યાં છે. સરકાર આ મામલે ફરી વિચાર કરવાની જરૂર છે.
કોંગ્રેસના દાવા અંગે કેન્દ્ર સરકારે શું જવાબ આપ્યો?
કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાવદે કહ્યું કે, અરવલ્લી આપણાં દેશની સૌથી જૂની પર્વતમાળા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એ ચુકાદો આપવામાં આવ્યો તે મામલે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે’. કેન્દ્રીય પ્રધાને કોંગ્રેસ પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં અરવલ્લીના પર્વતનું સંરક્ષણ થયું છે. કોર્ટના ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, અરવલ્લીને બચાવવા અને તેનો વ્યાપ વધારવા માટે કાર્યો કરવા જોઈએ. હરિયાણા, રાજસ્થાના અને દિલ્હીમાં પર્વતોનો વિસ્તાર વધ્યો છે, એટલું નહીં પરંતુ દિલ્હીના ગ્રીન બેલ્ટ પર કામ કર્યું હોવાનો પણ ભૂપેન્દ્ર યાદવ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
પર્વતમાળામાં માત્ર 0.19 ટકા વિસ્તારમાં જ ખનનની મંજૂરી
ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, હું સ્પષ્ટપણે કહું છે કે, એનસીઆરમાં માઈનિગ (ખનન) કરવાની મંજૂરી છે નહીં. એટલે ત્યાં તો સવાલ જ પેદા નથી થતો. અરવલ્લી પર્વતમાળા મામલે સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે પહાડની ઊંચાઈનો જે વિષય છે તે મિનિનમ સ્ટેજ છે. ચુકાદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ નવી ખાણકામ લીઝ આપવામાં આવશે નહીં. અરવલ્લીના કોર વિસ્તારમાં ખનનની મંજૂરી છે જ નહીં! વધુમાં કહ્યું કે, અરવલ્લી પર્વતમાળા 1.44 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે. આમાંથી માત્ર 0.19 ટકા વિસ્તારમાં જ ખનનની મંજૂરી છે. બાકીની આખી પર્વતમાળા સંરક્ષિત અને સુરક્ષિત છે.
લોકોએ કોની વાતને સાચી માનવી?
કોંગ્રેસનો દાવો અને સરકારની સ્પષ્ટતા વચ્ચે લોકો અટવાયા છે. લોકોએ કોની વાતને સાચી માનવી? કારણ કે, સૌથી કોઈ જાણ છે કે, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી માટે અરવલ્લી પર્વતમાળા કેટલી મહત્વની છે. આ પર્વતમાળા લોકોની જીવાદોરી છે તેવું કહો તો પણ ચાલે. કારણે કે, આ જ પર્વતમાળા બંગાળની ખાડીમાં આવતા ભેજવાળા પવનને રોકે છે તેના કારણે આ રાજ્યોમાં વરસાદ થાય છે. થારના રણને આગળ વધતું આ જ પર્વતમાળા રોકે છે. માત્ર ચાર રાજ્યો માટે જ નહીં પરંતુ ભારત માટે પણ અરવલ્લી પર્વતમાળા અતિ મહત્વપૂર્ણ છે. એટલા માટે લોકો અરવલ્લી બચાવોનું અભિયાન ચલાવી રહ્યાં છે.