Mon Dec 08 2025

Logo

White Logo

ગુજરાતના 777 સહિત દેશના : 21 હજાર સીસીટીવી કેમેરા પર હેકિંગનું જોખમ

4 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ થોડા સમય પહેલા રાજકોટની એક હોસ્પિટલના હેક થયેલા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જે બાદ દેશભરમાં સીસીટીવી ફૂટેજને લઈ ચર્ચા શરૂ થઈ છે. રાજકોટની ઘટના બાદ ગુજરાતના ઘણા શહેરોમાં સીસીટીવી હેક થવાનું જોખમ છે. IoT ઉપકરણો પરના યુએસ-સ્થિત સાયબર-સિક્યોરિટી નિષ્ણાતના અહેવાલ મુજબ, 777 IP-આધારિત કેમેરા સંવેદનશીલ (vulnerable) જણાયા છે. આ કેમેરામાં નબળા સ્પોટ્સ (weak spots) મળી આવ્યા હતા જેનાથી હેકર્સ આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરના માત્ર 80 ખાનગી ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) આધારિત CCTV કેમેરા ડેશબોર્ડ્સમાંથી 50,000 ખાનગી ક્લિપ્સ ચોરી શક્યા હતા. આ વીડિયો ક્લિપ્સ બાદમાં ટેલિગ્રામ ગ્રુપ અને પોર્ન નેટવર્ક્સ પર વેચવામાં આવી હતી.

સાયબર-સિક્યોરિટી ટ્રેકર્સ ચેતવણી આપે છે કે ગુજરાત તો એક મોટી સમસ્યાનો માત્ર એક ભાગ છે — સમગ્ર ભારતમાં 21,444 સીસીટીવી કેમેરા આવી જ રીતે સંવેદનશીલ છે. તેમની ક્લિપ્સ ઇન્ટરનેટ પર ફરતી થઈ શકે છે.  ગુજરાતમાં ઇન્ટરનેટ પર દેખાતા 777 સંવેદનશીલ IP કેમેરામાંથી, સૌથી વધુ જોખમ અમદાવાદમાં નોંધાયું છે જ્યાં 399 IP કેમેરા જોખમમાં છે, ત્યારબાદ સુરતમાં 166, વડોદરામાં 87, રાજકોટમાં 33, ભાવનગરમાં 24, અને ગાંધીનગરમાં 20નો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું કે, આ ઉપકરણોમાંથી ઘણા બેબી મોનિટર્સ, હોમ CCTV અને નાના વ્યવસાયોના સેટઅપ્સ છે. 2025 માં ભારતીય IP એડ્રેસમાંથી ઓછામાં ઓછા એક વખત ઓનલાઈન રહેલા અને શોષણ થવાની રાહ જોઈ રહેલા કુલ 21,444 ઉપકરણો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. જેમાં દિલ્હીમાં 2,914, મુંબઈમાં 1,842, બેંગલુરુમાં 1,205, હૈદરાબાદમાં 1,100, પુણેમાં 899, ચેન્નાઈમાં 823, કોલકાતામાં 683નો સમાવેશ થાય છે. આ મોટા ભારતીય શહેરોમાં હજારો જોખમમાં મુકાયેલા ઉપકરણો રાજકોટની ઘટના કોઈ છૂટીછવાઈ ઘટના નહોતી તેમ દર્શાવે છે.

રાજકોટની ઘટના દર્શાવે છે કે હોસ્પિટલના વોર્ડ, ઘરો, સિનેમા થિયેટરો અને બેબી મોનિટર્સનું કેવી રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, થોડા જોખમમાં મુકાયેલા ડેશબોર્ડ પણ ફરીથી વેચવા માટે હજારો ક્લિપ્સ પેદા કરી શકે છે. આમાંના ઘણા ઉપકરણો બેબી મોનિટર્સ અને "નેની કેમ્સ" છે જે  રિમોટ વ્યૂઇંગ દ્વારા એક્સેસ કરી શકાય છે. આ પૈકી ઘણા પાસવર્ડ કોમન હતા.  જેમ કે admin123. આવા નબળા પાસવર્ડ  ઉપકરણોને જોખમમાં મૂકે છે. તેમને સ્કેન કરવા અને પાસવર્ડ ક્રેક કરવા સરળ હતા.