Thu Jan 01 2026

Logo

White Logo

આ બે દિવસ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ : બોરીવલી સ્ટેશન ઊભી નહીં રહે

1 hour ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ બોરીવલીથી અમદાવાદ આવવાનો તમારો આ મહિનામાં પ્લાન હોય અને તમે અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસમાં આવવાનો વિચાર કરતા હો, તો આ ન્યૂઝ તમારી માટે છે.

અમદાવાદ રેલવે મંડળના જણાવ્યા અનુસાર કાંદિવલી-બોરીવલી સેક્શન પર છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ કરવા માટે ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે, અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવશે, તેમ રેલવેએ જણાવ્યું હતું.

આ બે દિવસના રૂટમાં ફેરફાર

  • ૧. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી અમદાવાદથી ઉપડતી ટ્રેન નં. ૧૯૪૧૮ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસને વસઈ રોડ પર ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવશે. તેથી, આ ટ્રેન વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  • ૨. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી બોરીવલીથી ઉપડતી ટ્રેન નં. ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસને વસઈ રોડથી ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવશે. તેથી, આ ટ્રેન બોરીવલી અને વસઈ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.