Mon Dec 22 2025

Logo

White Logo

ઈશા અંબાણીના 'સિમ્પલ કો-ઓર્ડસેટની કિંમત સાંભળીને ઉડી જશે તમારા હોંશ, : નીતા અંબાણીએ પણ લૂંટી મહેફિલ...

3 days ago
Author: Darshana Visaria
Video

અંબાણી પરિવારની લેડીઝની વાત હોય તો હીરા-પન્ના, ડાયમંડ્સ, ડિઝાઈનર આઉટફિટ્સ, લક્ઝુરિયસ હેન્ડબેગ્સ વગેરે વગેરે સામે આવી જ જાય. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણીનો સાદગીભર્યો અંદાજ જોઈને તો તમે પણ ચોંકી ઉઠશો. સિમ્પલ કો-ઓર્ડસેટ પહેરીને ઈશા અંબાણી ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં છવાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર ઈશાના આ સિમ્પલ કો-ઓર્ડ સેટની કિંમતની ચર્ચા શરુ થઈ ગઈ છે, ચાલો તમને આ વિશે જણાવીએ... 

હાલમાં જ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલના એન્યુઅલ ફંક્શનના વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યા છે. ઈશાએ સિમ્પલ અને કમ્ફર્ટેબલ લૂક કેરી કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જોકે, ધ્યાન આપવાની વાત તો એ છે ઈશાનો આ લૂક દેખાવમાં ભલે એકદમ સિમ્પલ હતો, પરંતુ સસ્તો તો બિલકુલ નહોતો. સિમ્પલ દેખાતા ઈશાના આ કો-ઓર્ડ સેટની કિંમતને લઈને જાત જાતના અહેવાલો સામને આવી રહ્યા છે. 

વાત કરીએ ઈશા અંબાણીના લૂકની તો ઈશાએ આ ઈવેન્ટ માટે સિમ્પલ વ્હાઈટ અને પિંક કલરનો ટ્વીટ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. આ આઉટફિટ જાણીતી લક્ઝરી ફેશન બ્રાન્ડ લિઝા મેરી ફર્નાન્ડિઝનો હતો. ઈશાનો આ લૂક એટલો વર્સેટાઈલ હતો કે તમે એને ઓફિસ, કેઝ્યુઅલ બ્રંચ કે મિત્રો સાથે આઉટિંગ સમયે પહેરી શકો છો. ઈશાના ડ્રેસમાં પિંક અને વ્હાઈટ ટ્વીડ જેકેટે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

આ જેકેટની કિંમત 54,000 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે ઈશાના ટ્રાઉઝરની કિંમત આશરે 43,000 રૂપિયા હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આમ ઈશાના આ આખા સિમ્પલ આઉટ ફિટની કિંમત 97,000 રૂપિયાની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આમાં સાચુ ખોટું તો રામ જાણે... નીતા અંબાણીએ પણ સાડી પહેરીને મારી બાજી... ઈશાના લૂક બાદ હવે નજર કરીએ નીતા અંબાણીના લૂક પર. નીતા અંબાણીએ આ સમયે મરુન કલરની સાડી પહેરી હતી અને તેમણે પોતાના લૂકને એક લોન્ગ નેકપીસ અને મેચિંગ બેંગલ્સ સાથે કમ્પલિટ કર્યો હતો. ઓપન હેયરમાં નીતા અંબાણી હર હંમેશની જેમ સુંદર લાગી રહ્યા હતા. તેમણે પેપ્ઝને પોઝ પણ આપ્યા હતા.

સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો આ પેપ્ઝ સાથેનો ક્યુટ ગપશપનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પેપ્ઝને તેમના હાલચાલ પૂછતાં અને તેઓ કેટલા સમયથી અહીં ઊભા છે વગેરે પૂછતાં જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં પણ નીતા અંબાણીએ પેપ્ઝને તેમણે નાસ્તો કર્યો કે નહીં એવું પૂછ્યું હતું. નીતા અંબાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...