કોમેડિયન ભારતી સિંહ અને રાઈટર હર્ષ લિમ્બાચિયાએ હાલમાં જ બીજા બાળકને જન્મ આપ્યો હતો. કપલને પહેલાંથી એક દીકરો છે જેનું નામ લક્ષ્ય (ગોલા) છે. કપલને દીકરા બાદ હવે પોતાના ઘરે દીકરીનો જન્મ થાય એવી આશા હતી, પરંત બીજી વખત પણ દીકરો જ અવતર્યો છે. કપલે પોતાના વ્લોગમાં બીજા દીકરાના નામને લઈને યુઝર્સની પ્રતિક્રિયા વિશે વાત કરી હતી. આ બધા વચ્ચે હવે હર્ષ લિમ્બાચિયાની એક પ્રતિક્રિયા વાઈરલ થઈ રહી છે, જેમાં તે ભારતીને વધારે કષ્ટ આપવા નથી માંગતો એવું કહી રહ્યો છે, ચાલો જાણીએ શું છે આખો મામલો...
વાત જાણે એમ છે કે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ હાલમાં બીજા બેબીને વેલકમ કર્યું છે. સિંહ-લિંબાચિયા પરિવારમાં આ નાનકડા મહેમાનના આગમનને કારણે હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, બીજા બેબી બાદ હર્ષ અને ભારતીએ પોતાના આગળની ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી છે. કપલે બીજા દીકરાના જન્મ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં કપલે એ મુદ્દે પણ ચર્ચા કરી હતી કે તેઓ હવે વધુ એક બાળક કરવા માંગે છે કે નહીં. ડિલીવરી બાદ હોસ્પિટલના બેડ પર સૂતેલી ભારતીએ કેમેરાની સામે કહ્યું હતું કે તે પોતાનું બાળક ખોળામાં લેવા માટે આતુર હોય છે. કપલ પોતાના બીજા દીકરાને પ્રેમથી કાજુ કહીને બોલાવે છે.
બ્લોગમાં કપલે જણાવ્યું હતું કે ડિલીવરી બાદ ડોક્ટરે તેમને પૂછ્યું કે તેઓ ભવિષ્યમાં પ્રેગ્નન્સીથી બચવા માટે ટ્યૂબ્સ બંધાવવા માંગે છે તો ભારતીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ભારતીની આ વાત સાંભળીને બૂમ પાડતાં જણાવ્યું હતું કે તેં આ વિકલ્પ કેમ પસંદ કર્યો? આ સાંભળીને ભારતીએ કહ્યું કે હું ત્યાં સુધી બાળકો કરીશ કે જ્યાં સુધી મને એક દીકરી નહીં થાય. પત્ની ભારતીની વાત સાંભળીને હર્ષ કહે છે કે હવે નહીં, હું તમને વધુ કષ્ટ નથી આપવા માંગતો. મારું માનવું છે એક પત્નીથી બે જ બાળકો થવા જોઈએ. આ સાંભળીને ભારતી હર્ષને દરિયામાં ફેંકી દેવાની ધમકી આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષ અને ભારતીએ 2017માં લગ્ન કર્યા હતા. 19મી ડિસેમ્બરના જ પોતાના બીજા બેબીને વેસલન કર્યું હતું. આ પહેલાં કપલે 2022માં પહેલાં બેબીને જન્મ આપ્યો હતો, જેનું નામ લક્ષ્ય છે પણ કપલ પ્રેમથી તેને ગોલા કહીને બોલાવે છે.