વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને તે એકદમ રોયલ એનિમલ છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં એક વાઘણે હેલિકોપ્ટરમાં મધ્ય પ્રદેશથી રાજસ્થાનનો 600 કિલોમીટરનો હવાઈ પ્રવાસ કર્યો હતો અને એ પણ એકદમ ટાઈટ સિક્યોરિટી વચ્ચે. ટાઈગ્રેસની આ સફર જંગલના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. આ વીડિયો વાઘણના પ્રવાસની જ નહીં પણ રાજસ્થાનના વાઘના સંવર્ધનની પહેલને મજબૂત કરવાનો છે, જેમાં મોર્ડન ટેક્નોલોજી અને વાઈલ્ડ લાઈફ રિઝર્વનો અનોખો સંગમ જોવા મળે છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં વાઘની અનુવાંશિતક વિવિધતામાં વૃદ્ધિ કરવા અને કન્ઝર્વેશન એફર્ટ્સને મજબૂતી આપવા માટે એમપીના પેન્ચ ટાઈઝગ રિઝર્વમાંથી ત્રણ વર્ષની વાઘણને એરલિફ્ટ કરીને રાજસ્થાનના બૂંદીના રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વમાં લાવવામાં આવી હતી.
ફોરેસ્ટ ઓફિસરોએ વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશનમાં આ રીતે એરલિફ્ટ કરીને ટ્રાઈગ્રેસને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ આવવાની ઘટનાને મહત્ત્વની ઉપલબ્ધિ ગણાવી હતી. આ વાઘણનું નામ પીએન-224 છે. પીએમ-224ને આર્મીમા એમઆઈ-17 હેલિકોપ્ટરમાં રવિવારે રાતે જયપુર લાવવામાં આવી હતી, ત્યાર બાદ બાય રોડ વાઘણને બૂંદીના રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વમાં લાવવામાં આવી હતી. આજે સવારે ટાઈગર રિઝર્વમાં પીએન-224ને રીલિઝ કરવામાં આવી હતી.
વન અધિકારીના જણાવ્યા અનુસાર આ પહેલાં પેન્ચ ટાઈગર રિઝર્વની ફોરેસ્ટ ટીમ ગીચ ઝાડીઓમાં આરામ કરી રહેલી વાઘણને શોધી કાઢી હતી અને ત્યાર બાદ ડોક્ટર્સની દેખરેખ હેઠળ ટ્રેન્ક્યુલાઈઝ કરવામાં આવી હતી. વાઘણને સાંજે 4.55 મિનીટ પર પેન્ચથી જયપુર માટે રવાના કરવામાં આવી હતી. અઢી કલાકની ફ્લાઈટ બાદ પીએન-224 જયપુર પહોંચી હતી.
સુરક્ષાના કારણોસર તેને પહેલાં જયપુર લાવવામાં આવી હતી અને ત્યાર બાદ ત્યાંથી બાય રોડ રામગઢ લઈ જવામાં આવી હતી. શરૂઆતમાં આ વાઘને બજાલિયા વાડામાં રાખવામાં આવી છે. વન અધિકારીઓના મતે વાઘણના હેલ્થને હાલમાં મોનિટર કરવામાં આવી રહી છે. છેલ્લાં અનેક અઠવાડિયાથી આ રીતે વાઘણના ટ્રાન્સફરની તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.