Mon Dec 22 2025

Logo

White Logo

ઍમ્બપ્પેએ જન્મદિને પોતાના જ હીરો રોનાલ્ડોના : 59 ગોલના વિક્રમની કરી બરાબરી

1 day ago
Author: Ajay Motiwala
Video

બાર્સેલોનાઃ ફ્રાન્સના ટોચના ફૂટબોલર કીલિયાન ઍમ્બપ્પેએ 2025ના વર્ષમાં રિયલ મૅડ્રિડ વતી શનિવારે 59મો ગોલ કર્યો એ સાથે તેણે તેના જ હીરો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વર્ષો જૂના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી.

રોનાલ્ડો અગાઉ રિયલ મૅડ્રિડ વતી 2009થી 2018 દરમ્યાન પ્રોફેશનલ ફૂટબૉલ રમ્યો હતો અને ત્યારે તેણે 2013ના વર્ષમાં આ ક્લબની ટીમ વતી 59 ગોલ કર્યા હતા જે વિક્રમ ક્લબના એક ખેલાડીના એક વર્ષના કુલ ગોલની રેકૉર્ડ-બુકમાં 12 વર્ષ સુધી અતૂટ રહ્યો હતો.

ઍમ્બપ્પેનો શનિવારે 27મો જન્મદિન હતો અને એ જ દિવસે તેણે તેના સૌથી પ્રિય ખેલાડીના આ વિક્રમની બરાબરી કરી હતી. તેણે આ સિદ્ધિ મૅડ્રિડમાં સ્પૅનિશ કપની સેવિલ સામેની મૅચમાં મેળવી હતી. રિયલ મૅડ્રિડ (Real Madrid)ની ટીમ 1-0થી આગળ હતી અને મૅચ પૂરી થવાને ચાર જ મિનિટ બાકી હતી ત્યારે ઍમ્બપ્પેએ પેનલ્ટી કિકને ગોલમાં ફેરવીને આ વર્ષનો 59મો ગોલ કર્યો હતો. રિયલ મૅડ્રિડે આ મૅચ 2-0થી જીતી લીધી હતી.

ઍમ્બપ્પે(Mbappe)એ 59મો ગોલ કરવાની સાથે રોનાલ્ડો જેવી ઍક્શનથી ગોલ સેલિબે્રટ કર્યો હતો. રોનાલ્ડોએ રિયલ મૅડ્રિડ વતી કુલ 311 ગોલ કર્યા હતા. ઍમ્બપ્પેએ મૅચ પછી કહ્યું, ` મારા હીરો રોનાલ્ડોના જ વિક્રમની બરાબરી કરવાનું મને સૌભાગ્ય મળ્યું. તેણે મને મૅડ્રિડ ક્લબની ટીમની બાબતમાં હંમેશાં બહુ સારી સલાહ આપી છે. મેં તેની બરાબરી સાથે ટીમને વિજય અપાવ્યો એ બદલ બેહદ ખુશ છું.'