Mon Dec 22 2025

Logo

White Logo

U-19 એશિયા કપ ફાઈનલ : મેદાનમાં મોહસીન નકવીની હાજરી, ફરી સર્જાઈ શકે છે ટ્રોફી વિવાદ!

Dubai   1 day ago
Author: Savan Zalariya
Video

દુબઈ: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત રાઇઝિંગ સ્ટાર્સ અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે, ભારતીય ટીમ આ મેચ જીતવા માટે હોટ ફેવરીટ માનવા આવે છે. જો ભારતીય ટીમ જીતે T20 એશિયા કપ 2025માં ભારતીય ટીમની જીત બાદ ટ્રોફી મામલે થયેલા વિવાદ જેવો વિવાદ ફરી થઇ છે.

અહેવાલ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન અને ACC ના વડા મોહસીન નકવી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર છે. કેટલાક પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, મોહસીન નકવી ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં પણ ભાગ લેશે, તેઓ વિજેતા ટીમને પોતાના હાથે ટ્રોફી આપશે.

શું હતો ટ્રોફી વિવાદ?
આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બંને દેશોની સિનીયર ટીમો વચ્ચે T20 એશિયા કપ 2025ની ફાઈનલ મેચ રમાઈ હતી. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાની ટીમને 5 વિકેટથી હરાવીને ચેમ્પિયન બની હતી. 

આ વર્ષે ભારતના જમ્મુ અને કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારતીય ટીમે નકવીના હાથથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નારાજ થયેલા નકવી ટ્રોફી લઇને હોટલ નીકળી ગયા હતાં, ભારતીય ટીમે ટ્રોફી વગર જ જીતની ઉજવણી કરી હતી. ત્યારબાદ ટ્રોફી હજુ સુધી ટીમ ઈન્ડિયાને સોંપવામાં આવી નથી. હાલ ટ્રોફી ACC ઓફિસમાં રાખવામાં આવી છે. આ ટ્રોફી ભારતને ક્યારે મળશે એ હજુ નક્કી નથી.

આજે ફરી સર્જાશે ટ્રોફી વિવાદ?
આજે રાઇઝિંગ સ્ટાર્સ અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ જીત મેળવે તો ફરી આવો વિવાદ સર્જાઈ શકે છે. એવું પણ બની શકે કે ભારતીય ટીમની જીત થાય તો નકવી પોતાના બદલે બીજા કોઈ અધિકારીને ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરવાની જવાબદારી સોંપી શકે. 

ભારતીય ટીમનું શાનદાર ફોર્મ:
રાઇઝિંગ સ્ટાર્સ અંડર-19 એશિયા કપ 2025માં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. યુએઈ સામેની પહેલી મેચમાં ભારતીય ટીમે 234 રનથી જીતી હતી, ત્યારબાદ પાકિસ્તાની ટીમને 90 રનથી હરાવી. મલેશિયા સામે ભારતીય ટીમે 315 રનથી જીત મેળવી હતી અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં ભરીય ટીમે શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું હતું.