કોલકાતા: આર્જેન્ટીનાનો ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી તાજેતરમાં ભારતના પ્રવાસ પર આવ્યો હતો, તેની GOAT ઇન્ડિયા ટુર ચર્ચાનો વિષય રહી હતી. કોલકાતા સોલ્ટ લેસ સ્ટેડિયમાં અવ્યવસ્થાને કારણે થયેલા હોબાળા બાદ GOAT ઇન્ડિયા ટુરના મુખ્ય આયોજક સતાદ્રુ દત્તા ધરપકડ કરવામાં આવી હતી, પૂછપરછ દરમિયાન સતાદ્રુ દત્તાએ ચોંકાવનાર ખુલાસા કર્યા છે.
નોંધનીય છે 13 ડિસેમ્બરના રોજ સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં લિયોનેલ મેસ્સીને રાજકારણીઓ, અધિકારીઓ અને VIPs એ ઘેરી લીધો હતો, જેને કારણે હજારો રૂપિયા ખર્ચીને આવેલા સામાન્ય દર્શકોને મેસીની ઝલક દેખાઈ ન હતી, જેને કારણે નારાજ થયેલા દર્શકોએ હોબાળો મચાવ્યો અને સ્ટેડીયમમાં તોડફોડ કરી. મેસી માત્ર 15-20 મિનીટમાં મેદાન છોડીને જતો રહ્યો.
મેસ્સી નારાજ થયો હતો:
આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે નિમેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની પુછપરછમાં સતાદ્રુ દત્તા જણાવ્યું કે લોકોના અડવા અને ગળે લગાવવાના પ્રયસોથી મેસી નારાજ હતો, જેને કારણે તે ત્યાંથી નીકળી ગયો હતો. ફૂટબોલરની સુરક્ષા માટે જવાબદાર વિદેશી સુરક્ષા અધિકારીઓએ અગાઉ જ ચિંતા વ્યક્ત કરી હતી.
હોબાળા માટે અરૂપ બિસ્વાસ જવાબદાર!
સતાદ્રુ દત્તાએ દાવો કર્યો હતો કે શરૂઆતમાં માત્રે 150 ગ્રાઉન્ડ પાસ આપવા આપ્યા હતાં, પરંતુ એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ સ્ટેડિયમમાં પહોંચી અને અન્ય લોકોને પ્રવેસ અપાવ્યો, જેને કારને સ્ટેડિયમમાં ત્રણ ગણા લોકો એકઠા થઇ ગયા. આ કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના રમતગમત પ્રધાન અરૂપ બિસ્વાસ મેસ્સી સાથે જોવા મળ્યા હતાં. બિસ્વાસ પર આરોપ છે કે તેમણે તેમનાં રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને તેમના સંબંધીઓ અને અંગત લોકોને પ્રવેશ અપાવ્યો હતો. હાલ અરૂપ બિસ્વાસે પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
મેસ્સીને મળ્યા આટલા કરોડ રૂપિયા:
પૂછપરછ દરમિયાન સતાદ્રુ દત્તાએ મેસ્સીના ભારત પ્રવાસ સાથે જોડાયેલી નાણાકીય બાબતોની પણ જાણકારી આપી.સતાદ્રુ દત્તાએ અધિકારીઓને જણાવ્યું કે મેસ્સીને GOAT ટૂર માટે 89 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતાં, ભારત સરકારને ટેક્સ તરીકે 11 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતાં, આમ કુલ 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતાં. આ રકમમાંથી 30 ટકા રકમ સ્પોન્સર્સ તરફથી મળી હતી, 30 ટકા રકમ ટિકિટ વેચાણથી મળી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ સતાદ્રુ દત્તાના ફ્રીઝ કરાયેલા બેંક એકાઉન્ટમાં 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી છે.