Mon Dec 22 2025

Logo

White Logo

નવી મુંબઈમાં 21 લાખના ડ્રગ્સ : સાથે નાઇજીરિયનની ધરપકડ

4 days ago
Author: Yogesh D Patel
Video

થાણે: નવી મુંબઈ પોલીસે મેફેડ્રોન અને એમડીએમએ સહિત 21 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને નાઇજીરિયનની ધરપકડ કરી હતી.

પંદરમી ડિસેમ્બરે પેટ્રોલિંગ દરમિયાન પામબીચ રોડ પર સ્કૂટરની નજીક ઊભેલા નાઇજીરિયન પર પોલીસ અધિકારીઓની નજર પડી હતી, જેની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. પોલીસને જોઇ તે સ્કૂટર ત્યાં જ છોડીને ભાગી છૂટ્યો હતો.
પોલીસે બાદમાં 17 લાખ રૂપિયાનું 70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા એમડીએમએની 120 ગોળીઓ જપ્ત કરી હતી.

ઘટનાસ્થળેથી નાસી છૂટેલા નાઇજીરિયનને બાદમાં કોપરખૈરાણેના તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ત્યાંથી ચાર લાખ રૂપિયાનું મેફેડ્રોન અને એમડીએમએની 40 ગોળી જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નાઇજીરિયનની ઓળખ અનિએહે કિંગ્સલે ચિનેડુ ઉર્ફે એની કિંગ્સલે ચિનેડુ તરીકે થઇ હતી, જેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(પીટીઆઇ)