ગઈ કાલે ગુરુવારે યુનાઇટેડ સ્ટેટ્સના નોર્થ કેરોલિના રાજ્યના સ્ટેટ્સવિલ રિજનલ એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. નાનું પ્રાઈવેટ જેટ લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું હતું અને વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા થયા છે, અહેવાલ મુજબ મૃતકોમાં જાણીતા ભૂતપૂર્વ રેસ કાર ડ્રાઇવર ગ્રેગ બિફલ અને પરિવારનો સમાવેશ થયા છે.
અહેવાલો અનુસાર, મોટર સ્પોર્ટ્સ કંપની NASCAR ભૂતપૂર્વ ડ્રાઇવર ગ્રેગ બિફલ, તેની પત્ની અને તેના બે બાળકોનો આ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા છે. આ ઘટનાના ઘણાં વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. એક વિડીયોમાં જોવા મળે છે કે આગની જ્વાળામાં ઘેરાયેલું જેટ રનવે પર દોડી રહ્યું છે.
ટેક ઓફ બાદ તુરંત લેન્ડિંગ:
ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા મુજબ Cessna કંપનીનું C550 મોડલનું પ્રાઈવેટ જેટે ઇસ્ટર્ન ટાઈમ મુજબ સવારે 10 વાગ્યે સ્ટેટ્સવિલે રિજનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યું હતું. જેટ સારાસોટા બ્રેડેન્ટન ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. પરંતુ કોઈ કારણોસર તે એરપોર્ટ પર પરત ફર્યું હતું.
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના જણાવ્યામુજબ જેટ ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. સવારે 10:20 વાગ્યે જેટ ક્રેશ થયું હતું અને વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઈમરજન્સી ટીમો તુરંત આગ ઓલવવા પહોંચી હતી અને વિસ્તારને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. આગને કારણે આકાશમાં ઉંચે સુધી ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો.
Big Breaking
— Globally Pop (@GloballyPop) December 18, 2025
HUGE EXPLOSION at Statesville Regional Airport in North Carolina, US.
Airport says plane crashed while landing, emergency crews on site.
According to the news, the aircraft was a private jet, and there were no survivors, local media says.
Video #PlaneCrash pic.twitter.com/EOGQapg37o
સાત લોકોના મોત:
આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારોએ જાહેર કરેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ગ્રેગ બિફલ અને તેની પત્ની ક્રિસ્ટીના, તેમના દિકરા પુત્ર રાયડર (5) અને તમની દિકરી એમ્મા(14) મૃત્યુ પામ્યા છે. વિમાનમાં સવાર અન્ય લોકોની ઓળખ ડેનિસ ડટન, તેમના પુત્ર જેક અને ક્રેગ વેડ્સવર્થ તરીકે થઈ હતી.
જેટ ગ્રેગ ઉડાવી રહ્યો હતો?
અકસ્માતગ્રસ્ત જેટ ગ્રેગની કંપનીની માલિકીનું હતું. FAAના રેકોર્ડ મુજબ ગ્રેગ બિફલ પાસે હેલિકોપ્ટર અને સિંગલ અને મલ્ટી-એન્જિન પ્લેનઉડાવવાનું લાયસન્સ હતું. ક્રેશ સમયે બિફલ વિમાન ઉડાવી રહ્યો હતો કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
NASCARએ દુઃખ વ્યક્ત કર્યું:
બિફલે NASCAR તરફથી 50થી વધુ રેસ જીતી છે, જેમાં કપ સિરીઝ લેવલની 19 રેસનો સમાવેશ થાય છે. તેણે વર્ષ 2000 માં ટ્રક્સ સિરીઝ ચેમ્પિયનશિપ અને 2002માં એક્સફિનિટી સિરીઝ ટાઇટલ પણ જીત્યું હતું. NASCAR એ તેના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
ક્રેશના કારણોની તપાસ શરુ:
એરપોર્ટ મેનેજર જોન ફર્ગ્યુસના જણવ્યા મુજબ FAAના અધિકારીઓ કદુર્ઘટના સ્થળ પહોંચ્યા છે અને તપાસ શરુ કરી છે. જ્યાં સુધી રનવે સાફ ન થાય અને સુરક્ષિત ન જાહેર કરવામાંન આવે ત્યાં સુધી એરપોર્ટ બંધ રહેશે. મેડીકલ ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.