મુંબઈઃ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અત્યારે ફરી ચર્ચામાં આવ્યો છે. ચહલે અત્યારે એક નવી બીએમડબલ્યુ કાર ખરીદ્યી છે. જોકે, ખેલાડી માટે મોંઘી કારની ખરીદી કરવી કોઈ મોટી વાત નથી, કારણ કે, તેમને મેચ ફી, જાહેરાત અને એડમાંથી કરોડો રૂપિયાની આવક થતી હોય છે, પરંતુ ચહલ માટે આ કારની ખરીદી કરવી ખાસ બની છે. ચહલ પાસે પહેલેથી અનેક મોંઘી કારનું કલેક્શન છે, પરંતુ અત્યારે મોંઘી કારની ચહલ માટે એટલા માટે ખાસ બની છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી તેનું વ્યક્તિગત જીવન ખૂબ જ ગુંચવાયેલું રહ્યું છે.
Brought my new car home with the two people who made every dream possible. Watching my parents witness and relish this milestone is the real luxury. ❤️🫂🧿 pic.twitter.com/UL1ZOvmH97
— Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2025
કારનો ફોટો પોસ્ટ કરી માતા-પિતા માટે સુંદર લાઈન લખી
અત્યારે ચહલ પોતાની નવી કારમાં તેના માતા-પિતા સાથે જોવા મળ્યો છે. કારની ખરીદી કરી તેના બાદ ચહલે તેના માતા-પિતા માટે એક સુંદર લાઈન પણ લખી છે. નવી કારનો ફોટો શેર કરતા ચહલે લખ્યું છે કે પોતાની નવી કારને તે લોકો સાથે ઘરે લઈને આવ્યો છું જેમણે મારા દરેક સપના પૂરા કર્યા છે. પોતાના માતા-પિતાને સફળતાને જોતા અને તેનો આનંદ માણતા જોવું એ જ સાચો વૈભવ છે. ચહલ પાસે અત્યારે અનેક વૈભવી કારનું કલેક્શન છે તેમ છતાં ફરી એક નવી કારની ખરીદી કરી છે.
ચહલ વૈભવી કારનો શોખીન છે
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે અત્યારે પોર્શ, મર્સિડીઝ, રોલ્સ રોયલ અનેલેમ્બોર્ગિનીની કારો છે. આ કારોની કિંમત 70 લાખથી લઈને 6 કરોડ રૂપિયાથી પણ વધારે છે. હવે યુઝવેન્દ્ર ચહલે પોતાના કાર કલેક્શનમાં બીએમડબલ્યુ કારને પણ ઉમેરી છે. યુઝવેન્દ્ર ચહલના થોડા સમય પહેલા જ ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા થયાં હતાં. છૂટાછેડા થતા ચહલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તે અવારનવાર સોશિયલ મીડિયામાં કંઈકને કઈક પોસ્ટ કરતો રહે છે. અત્યારે તેણે ખરીદેલી નવી કારનો ફોટો પોસ્ટ કર્યો છે.
કેમ અત્યારે ક્રિકેટ મેચમાં ચહલ જોવા નથી મળતો?
યુઝવેન્દ્ર ચહલ છેલ્લા ઘણાં સમયથી મેચ રમતો જોવા નથી મળ્યો. આ મામલે યુઝવેન્દ્ર ચહલે ખુલાસો કર્યો છે કે, તે અત્યારે બીમાર છે, તેને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થઈ ગયો છે. તેના કારણે તે અત્યારે ક્રિકેટથી થોડો દૂર છે. ચહલે અત્યાર સુધીમાં 72 One Day International, જેમાં તેના નામ 121 વિકેટો નોંધાયેલી છે. આ સાથે 80 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમ્યો છે. આ મેચોમાં તેણે 96 વિકેટો લીધી છે. ચહલ 2023 બાદ ODIમાં ક્રિકેટ રમતો જોવા નથી મળ્યો, એટલું જ નહીં પરંતુ તેણે 13 ઓગસ્ટ 2023 બાદ આંતરરાષ્ટ્રીય લેવલે ટી20 મેચ પણ નથી રમી. જો કે, આઈપીએલમાં તે લગાતાર રમતો જવા મળ્યો છે.