Thu Jan 01 2026

Logo

White Logo

મુર્શિદાબાદમાં ‘બાબરી’ મસ્જિદના શિલાન્યાસની તૈયારી : 3000 પોલીસ કર્મીઓ તૈનાત

3 weeks ago
Author: Vimal Prajapati
Video

મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આજે કડક સુરક્ષા અને સતર્કતા સાથે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદના મોડલ પર મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. બેલડાંગા વિસ્તારમાંથી ચૂંટાયેલા ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીર જે અત્યારે સસ્પેન્ડેડ થયેલા છે, તેમણે 2024માં ઘોષણા કરી હતી. તે પ્રમાણે આ મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આ મસ્જિદના નિર્માણને સમર્થન આપવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. મરાદિધી વિસ્તારમાં કડક સુરક્ષા સાથે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

મસ્જિદના નિર્માણને સમર્થન આપવા મોટી સંખ્યામાં મુસ્લિમો પહોંચ્યાં

નોંધનીય છે કે, મામલે પશ્ચિમ બંગાળ હાઈકોર્ટે કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા પૂરજોશમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અહીં 40 હજારથી પણ વધારે લોકો પહોંચશે તેવી શક્યતાઓ છે. જો કે, હુમાયુ કબીર દ્વારા તો એવો દાવો કરવામાં આવ્યો છે અહીં લાખોની સંખ્યામાં લોકો આવવાના છે. આ કાર્યક્રમ દરમિયાન સાઉદી અરબના ધર્મગુરૂ સાથે દેશ-વિદેશના મુસ્લિમો આવવાના છે. આ દરમિયાન સુરક્ષા માટે 3000થી પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે.

સુરક્ષા માટે 3000થી પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત

બાબરી મસ્જિદના નિર્માણ માટે અનેક લોકો સામાન લઈને ટ્રેક્ટર મુર્શિદાબાદના બેલડાંગા પહોંચી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ કેટલાક મુસ્લિમો પોતાના માથા પર ઈંટો મૂકીને મુર્શિદાબાદ પહોંચ્યા છે. આ મસ્જિદ મામલે હુમાયુ કબીરે તૃણમૂલ કોંગ્રેસ પર વાક્ પ્રહાર કર્યાં હતાં. જેના કારણે ટીએમસીએ હુમાયુ કબીરને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદદ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત રી હતી. જેથી હુમાયુ કબીરે પોતાની અલગ પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. એટલું જ નહીં પરંતુ બાબરી મસ્જિલ માટે સરકાર પાસેથી એક રૂપિયો લેવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરી હતી. 

લોકો માથા પર ઈંટો મૂકીને મુર્શિદાબાદ પહોંચ્યા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમની જાહેરાત થયા બાદ રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોઝ દ્વારા રાજ્યના નાગરિકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે. રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોઝે કહ્યું કે, કઈ પણ પ્રકારની ઉશ્કેરણી, ભડકાઉ ટિપ્પણી કે અફવાથી દૂર રહીને સતર્ક રહેવાનું છે. એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમમાં સતત નજર રાખીને સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે તેવી રાજ્યપાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.