Mon Dec 22 2025

Logo

White Logo

ICC ટીમ રેન્કિંગમાં ટેસ્ટ, : T20I અને વનડેમાં કઈ ટીમ ટોચ પર છે? જુઓ યાદી...

6 hours ago
Author: Savan Zalariya
Video

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટેસ્ટ, ODI અને T20 ત્રણેય ફોર્મેટ માટે નવી ટીમ રેન્કિંગ જાહેર કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો કાયમ છે, જયારે ODI અને T20Iમાં ભારતનું વર્ચસ્વ છે.

ટેસ્ટ રેન્કિંગ:
ICC એ જાહેર કરેલી ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે કાયમ છે. ઓસ્ટ્રેલિયાને 30 ટેસ્ટ મેચમાં 3732 પોઈન્ટ મળ્યા છે, તેનું રેટિંગ 124 છે. ઇંગ્લેન્ડ સામેની એશિઝ સિરીઝની પ્રથમ ત્રણેય મેચ ઓસ્ટ્રેલીયાએ જીતી લીધી છે. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ની ચેમ્પિયન ટીમ દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે છે, 31 મેચમાં દક્ષિણ આફ્રિકા પાસે 3581 પોઈન્ટ અને 116 રેટિંગ છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકાએ ભારતનું 2-0થી વ્હાઈટ વોશ કર્યું હતું. ઇંગ્લેન્ડ 40 મેચમાં 4469 પોઈન્ટ સાથે ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે. 
તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. 39 મેચમાં 4064 પોઈન્ટ અને 104 રેટિંગ સાથે ભારત ચોથા ક્રમે છે, જ્યારે ન્યુઝીલેન્ડ 29 મેચમાં 2839 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે.

ODI રેન્કિંગ:
ODI ક્રિકેટમાં ભારતીય ટીમ સતત પ્રથમ સ્થાને છે,  42 મેચોમાં ભારત પાસે 5089 પોઈન્ટ અને તેને 121 રેટિંગ છે. ODI ક્રિકેટ ક્રિકેટમાં ભારતીય ટીમ સતત મજબુત પ્રદર્શન કરી રહી છે, તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં ભારતે 2-1થી જીત મેળવી હતી.
ન્યુઝીલેન્ડ 44 મેચોમાં 4956 પોઈન્ટ અને 113 રેટિંગ સાથે બીજા સ્થાને છે. 38 મેચોમાં ઓસ્ટ્રેલિયા 4134 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં પાકિસ્તાન ચોથા સ્થાને, 41 મેચોમાં પાકિસ્તાન પર 4294 પોઈન્ટ અને 105 રેટિંગ છે, શ્રીલંકા 44 મેચોમાં 4392 પોઈન્ટ અને 100 રેટિંગ  સાથે પાંચમા સ્થાને છે.

T20 રેન્કિંગ:
T20Iમાં ડીફેન્ડીંગ વર્લ્ડ ચેમ્પિયન ભારત T20I રેન્કિંગમાં પણ નંબર વન રહ્યું છે. 71 મેચોમાં ભારતીય ટીમે 19,312 પોઈન્ટ અને 272 રેટિંગ છે. ભારતીય ટીમે વર્ષ 2025માં કુલ 21 T20I મેચ રમી હતી જેમાંથી 16 મેચમાં જીત મેળવી, જ્યારે એક મેચ ટાઇ રહી અને અને બે મેચનું પરિણામ ન આવી શક્યું, વર્ષમાં ભારતીય ટીમને માત્ર બે જ T20 મેચમાં હાર મળી. ભારતીય ટીમે સતત દસ T20I સિરીઝ  જીતીને રેકોર્ડ બનાવ્યો છે.

ઓસ્ટ્રેલિયા 42 મેચોમાં 11,199 પોઈન્ટ અને 267 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ 45 મેચોમાં 11,609 પોઈન્ટ અને 258 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડ 13318 પોઈન્ટ્સ અને 251 રેટિંગ સાથે ચોથા સ્થાને છે, અને દક્ષિણ આફ્રિકા  12739 પોઈન્ટ્સ અને 240 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.