2025નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને દેશભરમાં નવા વર્ષને આવકારવાનો થનગનાટ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ એ સમય છે જ્યારે આપણે 2025ના વીતેલા વર્ષના સંભારણાઓની સાથે 2026ના નવા વર્ષમાં કેટલાક નવા સપનાઓ, આશાઓ, ઉમંગ લઈને પ્રવેશવાની ઘડીઓ ગણાઈ રહી છે. આ ખાસ પ્રસંગે લોકોને વિશ કરવા માટે ખાસ મેસેજ તો હોવા જ જોઈએ ને? જો તમે પણ મિત્રો, પરિવારના સભ્યોને વિશ કરવા માટે ખાસ મેસેજની તલાશમાં છો તો ડોન્ટ વરી અમે અહીં તમારા માટે કેટલાક શોર્ટ, સ્વીટ અને સ્પેશિયલ ન્યુ યર વિશ કરતાં મેસેજ લઈને આવ્યા છીએ.
પહેલાંના સમયમાં લોકો એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે. ગ્રીટિંગ કાર્ડ્સની જગ્યા આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ, પોસ્ટ્સ અને સ્ટોરીઝે લઈ લીધી છે. ત્યારે ચાલો જોઈએ કેટલાક શાનદાર શુભેચ્છા આપતા મેસેજ કે જે મોકલીને તમે તમારા મિત્રોને મોકલીને ન્યુ યર વિશ કરી શકો છો.
⦁ નવું વર્ષ તમારા જીવનમાં અઢળક ખુશીઓ અને સફળતા લઈને આવે. Happy New year, 2026
⦁ આપણી મિત્રતા આમ જ બની રહે, નવા વર્ષે પણ આપણે સાથે જ રહીએ. Happy New year, Friend...
⦁ હસી-મજાક અને સફળતાથી ભરેલું રહે તમારું નવું વર્ષ,
તમે દરેક પરિસ્થિતિમાં હસતા-મુસ્કુરાતા રહો...Happy New year
⦁ નવું વર્ષ આવે, જૂના દુઃખ દૂર થાય,
આ વર્ષ પણ મસ્તીમાં વીતી જાય... Happy New Year !
⦁ આ વર્ષે પણ એ જ મિત્રતા અને એ જ આનંદ કરતા રહીશું,
આપણે બંને સાથે મળીને આમ જ હસતાં રહીશું. Happy New year
⦁ નવું વર્ષ મુબારક! દોસ્ત બસ કેલેન્ડર બદલાશે, આપણે નહીં... Happy New Year !!
⦁ મિત્રો એ હોય છે જે દરેક વર્ષને ખાસ બનાવી દે છે, જેમ કે મારા માટે તમે...
Happy New Year !!