Mon Dec 22 2025

Logo

White Logo

ભાવનગરમાં બે અકસ્માતમાં : યુવક-યુવતીએ જીવ ગુમાવ્યો

4 days ago
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ દેશભરમાં સતત વધતા અકસ્માતના બનાવોમાં યુવાનો પણ હોમાઈ રહ્યા છે. ભાવનગમરાં બનેલી બે અકસ્માતની ઘટનામાં એક યુવતી અને એક યુવકે જીવ ગુમાવ્યો હતો.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભાદેવાની શેરી હાટકેશ્વર એપાર્ટમેન્ટ ભાવનગર ખાતે રહેતા મેહુલભાઈ પ્રેમજીભાઈ ચૌહાણએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરી જાનવી અને રિધ્ધી પોતાના ટુ વ્હીલર પર ઘરે પાછી આવી રહી હતી ત્યારે વાઘાવાડી રોડ પર સામેથી રોંગ સાઈડ પર પુરઝડપે આવી રહેલા ટુ વ્હીલર સાથે અથડાયું હતું અને બન્ને બહેનો રસ્તા પર પટકાઈ હતી. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેમની દીકરી રિદ્ધીનું મોત થયું હતું અને જાનવી હજુ સારવાર લઈ રહી છે. નિલમબાગ પોલીસે બાઈકચાલક જીણાભાઈ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તો બીજી બાજુ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે રહેતા ઋષિરાજસિંહ હાલુભા ગોહિલ (૨૨) પગપાળા ચાલીને ઘરે જતા હતા ત્યારે વલ્લભીપુર ગામે પુર ઝડપે આવી રહેલી પિકઅપ ગાડીના ચાલકે જોરદાર અકસ્માત સર્જતા આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું .આ બનાવ બનતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી.