Thu Jan 01 2026

Logo

White Logo

યુપીમાં SIRના ડ્રાફ્ટ લિસ્ટ પૂર્વે ભાજપની ચિંતા વધી, : મોટા શહેરોમાં મતદારો ઘટયા હોવાનો દાવો...

2 days ago
Author: Chandrakant Kanoja
Video

લખનઉ : દેશમાં ચૂંટણી પંચ દ્વારા  SIRની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં ફાઈનલ ડ્રાફ્ટ લિસ્ટની જાહેરાત 31 ડિસેમ્બરના રોજ થવાની છે. જોકે, તે પૂર્વે ઉત્તર પ્રદેશના મોટા શહેરોમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો થવાની માહિતી સુત્રોએ આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર 2.89 કરોડ મતદારોનો ઘટાડો થયો છે. જેના લીધે ભાજપની ચિંતામાં વધારો થયો છે. 

સીએમ યોગીએ પણ વોટર લિસ્ટ અંગે ચિંતા વ્યક્ત કરી 

ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ આ પૂર્વે પણ વોટર લિસ્ટ અંગે ચિંતા વ્યકત કરી ચુક્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સૌથી વધુ મતદારો 
ટોચના દસ જિલ્લાઓમાં લખનઉ, પ્રયાગરાજ, કાનપુર, આગ્રા, ગાઝિયાબાદ, બરેલી, મેરઠ અને ગોરખપુરનો સમાવેશ થાય છે. આ મુખ્ય શહેરોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ સાત જિલ્લાઓમાં 61 વિધાનસભા બેઠકો છે જેમાંથી 47 ભાજપ પાસે છે અને બે ભાજપના સાથી પક્ષો પાસે છે.

કાર્યકરો સાથે વર્કશોપનું આયોજન

જોકે, અંતિમ મતદાર યાદી ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવશે. મતદાર યાદીમાં મતદારોનો મહત્તમ સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવા માટે, ભાજપ તેના નેતાઓ અને કાર્યકરો સાથે વર્કશોપનું આયોજન કરી રહી છે. સોમવારે લખનઉમાં ભાજપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યકરોને કહેવામાં આવી રહ્યું છે કે SIRમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો તરફથી બેદરકારીના અસંખ્ય કિસ્સાઓ બન્યા છે  જેને સુધારવાની જરૂર છે. 

વિપક્ષે ઉમેરેલા મતદારો ચકાસવા સુચના 

ભાજપે આયોજિત કરેલા વર્કશોપમાં જણાવવામાં આવ્યું હતું કે,  31મી તારીખે આવનાર ડ્રાફ્ટ રોલ બૂથ પર પહોંચાડવામાં આવશે. તેમજ  બૂથ પ્રમુખે  પાંચ કે છ કાર્યકરો સાથે  આખી યાદી વાંચીને નક્કી કરવું જોઈએ કે કોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા કયા મતદારો ખોટી રીતે ઉમેરવામાં આવ્યા છે. જે મતદારો ખોટી રીતે ઉમેરાયા છે તેમના માટે ફોર્મ 7 ભરવું આવશ્યક છે,અને આવા મતો રદ કરવા આવશ્યક છે.