Thu Jan 01 2026

Logo

White Logo

ઉસ્માન હાદી હત્યા કેસમાં આરોપી ફૈસલ કરીમ મસૂદે કર્યો પોતાનો બચાવ, : દુબઈમાં બેસી કર્યો ખુલાસો...

dhaka   14 hours ago
Author: Vimal Prajapati
Video

ઢાકાઃ બાંગ્લાદેશમાં છાત્ર નેતા ઉસ્માન હાદીની હત્યાના પ્રકરણમાં એક ચોંકાવનાર ખુલાસો થયો છે. આ હત્યા કેસમાં જેને મુખ્ય આરોપી ગણવામાં આવતો હતો તે ફૈસલ કરીમ મસૂદે એક વીડિયો જાહેર કરીને પોતાનો બચાવ કર્યો છે. ફૈસલ કરીમ મસૂદનું કહેવું છે કે, ઉસ્માન હાદીની હત્યા થઈ ત્યારે તે બાંગ્લાદેશમાં નહોતો, પરંતુ દુબઈમાં હતો. આ નિવેદનથી પોલીસની થિયરીમાં સવાલ ઊભા થઈ ગયા છે અને સોશિયલ મીડિયામાં નવી ચર્ચા ચાલુ થઈ ગઈ છે. આરોપીના આ વીડિયોથી બાંગ્લાદેશ પોલીસ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યાં હતા તેમાં સવાલો થઈ રહ્યાં છે, જેમાં કહેવામાં આવતું હતું કે આરોપી ભારતમાં છુપાયેલો છે. પરંતુ આ વાતને ફૈસલે ફગાવી દીધી છે. 

​ફૈસલ કરીમ મસૂદે દુબઈમાં હોવાનો ખુલાસો કર્યો

​ફૈસલ કરીમ મસૂદે વીડિયો બનાવીને વાયરલ કર્યો અને પોતાને નિર્દોષ ગણાવતો કહ્યું છે, ‘હું હાદીની હત્યામાં કોઈ પણ રીતે સામેલ નથી. આ સમગ્ર મામલો જૂઠ પર આધારિત છે." મસૂદ કહે છે કે, આ ખોટા કેસ દાખલ કર્યા પછી તે દેશ છોડવા માટે મજબૂર થયો હતો. એટલું જ નહીં પરંતુ કાયદેસર વિઝા દ્વારા દુબઈ પહોંચ્યો હતો. તેણે દાવો કર્યો છે કે પોલીસે ફક્ત તેને જ નહીં, પણ તેનાં આખા પરિવારને પરેશાન કરી રહી છે. કરીમ મસૂદે વધુમાં કહ્યું કે, ‘મારા પરિવારના લોકો સંપૂર્ણ નિર્દોષ છે. તેમ છતાં તેમને હેરાન કરવામાં આવી આવી રહ્યા છે, જે અન્યાય છે’, 

કોણ છે ​ફૈસલ કરીમ મસૂદ?

ફૈઝલ કરીમ મસૂદ એક સમયે બાંગ્લાદેશ છાત્ર લીગમાં હતો. આ છાત્ર લીગ અવામી લીગ પાર્ટીની વિદ્યાર્થી પાંખ હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ હવે પ્રતિબંધિત છે. મસૂદે વિદ્યાર્થી રાજકારણ છોડી દીધું અને પછી વેપાર શરૂ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 2013 માં ઢાકાની એક ખાનગી યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને બાદમાં બીજી સંસ્થામાંથી MBA કર્યું હતું. એટલું જ નહીં પરંતુ ઢાકામાં તેણે અનેક IT કંપનીઓ શરૂ કરી હતી.  જોકે, 2024માં વિદ્યાર્થીઓએ શરૂ કરેલા એક આંદોલનમાં તે દેખાયો હતો.

17 લાખ ટકાના લૂંટ કેસમાં ફૈઝલ કરીમ મસૂદની ધરપકડ થયેલી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફૈઝલ કરીમ મસૂદ પર અનેક પ્રકારની કેસ પણ થયેલા છે. એક શાળામાં સશસ્ત્ર લૂંટ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે વખતે આશરે 17 લાખ ટકાના લૂંટ થઈ હતી. આ કેસમાં પછી ફૈઝલ કરીમ મસૂદને રાહત મળી અને જામીન મળી ગઈ હતી. અત્યારે તેની ઉસ્માન હાદીની હત્યાના કેસમાંમ મુખ્ય આરોપી જાહેર કરવામાં આવેલો છે, પરંતુ અત્યારે તેણે એક વીડિયો વાયરલ કરીને પોતાનું સત્તાવાર નિવેદન આપ્યું છે.