Mon Dec 22 2025

Logo

White Logo

સિડનીના ‘હીરો'ને ₹22 કરોડનો ચેક આપવામાં આવ્યો! : એક હાથ ગુમાવવો પડી શકે છે

sydney   3 days ago
Author: Savan Zalariya
Video

સિડની: ગત રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડાઈ બિચ પર બે શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 15 લોકો માર્યા ગયા. આ દરમિયાન  43 વર્ષીય અહેમદ અલ અહેમદના નામના નાગરિકે જીવ દાવ પર લગાવીને એક હુમલાખોરને પકડી પાડ્યો હતો, જેને કારણે કેટલાક લોકોના જીવ બચી ગયા. અહેમદ માટે ફંડ એકઠું કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અહેમદને આજે 2.5 મિલિયન ડોલર(22.41 કરોડ રૂપિયા)નો ચેક આપવામાં આવ્યો હતો.

હુમલાખોરને પકડવાપર પ્રયાસમાં ગોળી વાગતા અહેમદને ગંભીર ઈજાઓ થઇ હતી, જેની સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આજે શુક્રવારે હોસ્પિટલ બેડ પર સુતેલા અહેમદને ચેક આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાને હોસ્પિટલમાં મૂલાકાત લીધી:
બોન્ડાઈ બીચ પર હુમલાખોરને પકડતા અહેમદનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, લોકો તેની ખુબ પ્રસંશા કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસે તેને હીરો ગણાવ્યો હતો. એન્થોની અલ્બેનીસે હોસ્પિટલમાં તેમની મુલાકાત પણ લીધી હતી. 

એક હાથ ગુમાવવો પડી શકે છે:
અહેમદ બે બાળકોના પિતા છે અને ફળની દુકાનનો ચલાવે છે. અગાઉ, તેમના વકીલ ઇસાએ જણાવ્યું હતું કે અહેમદને એક હાથ ગુમાવવો પડી શકે છે. તેણે કહ્યું કે "આપણો હીરો હાલમાં સંઘર્ષ કરી રહ્યો છે."

ઇસાના જણાવ્યા મુજબ અહેમદને તેના ડાબા હાથમાં પાંચ ગોળીઓ વાગી હતી, જેની સર્જરી કરવામાં આવી છે. એક ગોળી તેની પીઠમાં વાગી હતી, જે હજુ સુધી કાઢવાની બાકી છે. 

ઇસાએ કહ્યું કે આટલી પીડામાં હોવા છતાં, પોતે જે કર્યું એના પર અહેમદને કોઈ અફસોસ નથી, જરૂર પડે તો એ આવું ફરી કરવા માટે તૈયાર છે