દહેરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ત્રિપુરાના એક વિદ્યાર્થી અંજેલ ચકમા 9 ડીસેમ્બરના રોજ તિક્ષ્ણ હથીયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘયાલ થયેલા અંજેલનું સારવાર દરમિયાન મોત નીપાજ્યું. BSF જવાનના દીકરા અંજેલને “ચાઇનીઝ” કહીને અપમાનિત કર્યો હતો. એવામાં જાણવા મળ્યું છે કે આ હુમલા બાદ આરોપીઓએ દારૂ પીને ઉજવણી કરી હતી.
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર, છ યુવાનોના એક ટોળું દહેરાદુનના સેલાકી બજારમાં એક દારૂની દુકાન પાસે ઊભું હતું, અંજેલ તેના ભાઈ માઈકલ સાથે ત્યાં આવ્યો. કોઈ કારણોસર બંનેનો યુવકો સાથે ઝઘડો થયો હતો. યજ્ઞરાજ અવસ્થી નામના આરોપીએ બાજુમાં ફળની લારીમાંથી છરી ઉઠાવીને હુમલો કર્યો હતો, જેમાં અંજેલ અને માઈકલને ગંભીર ઈજા પહોંચી હતી.
હુમલા બાદ આરોપીઓએ ઉજવણી કરી:
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અંજેલ અને માઈકલને માર મારીને આરોપીઓ દારૂની દુકાને પહોંચ્યા, અને દારૂ ખરીદ્યો, ત્યાર બાદ અવિનાશ નેગી નામના આરોપીની ચાની દુકાનેજઈને પાર્ટી કરી હતી.
એક આરોપીઓ ઉજવણી કરી રહ્યા હતાં, એવામાં માઈકલ ગંભીર રીતે ઘાયલ અંજેલને હોસ્પિટલ લઇ જવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
દેશભરમાં ચર્ચા જગાવી:
હોસ્પિટલ પહોંચતા જાણ થઇ કે અંજેલને ચકમાને માથા અને કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 26 ડિસેમ્બરના રોજ તેનું મોતની નીપજ્યું.
આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા અને ઉત્તરપૂર્વ ભારતના લોકો સાથે ભારતમાં જ થતા વંશીય ભેદભાવ અંગે ચર્ચા શરુ થઇ ગઈ છે.
પોલીસે વંશીય હુમલાનો ઇનકાર કર્યો:
માઈકલે પોલીસને જણાવ્યું કે આરોપીએ હુમલો કરતા પહેલા તેમને “ચાઈનીઝ મોમો," "ચિંકી" જેવા વંશીય અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો કે દેહરાદૂન પોલીસે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ વંશીય હિંસા ન હતી, અચાનક થયેલા ઝઘડાને કારણે આ ઘટના બની હતી.
પકડાયેલા પાંચ આરોપીઓમાંથી બે સગીર વયના છે, તેમને સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે અને બાકીના બેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મુખ્ય આરોપી યજ્ઞરાજ અવસ્થી ફરાર છે અને પોલીસ તેને પકડવા માટે નેપાળ પહોંચી ગઈ છે.