પણજીઃ ગોવામાં જિલ્લા પંચાયત ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. આ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. પહેલા મહારાષ્ટ્રમાં અને હવે ગોવામાં પણ ભાજપે પ્રચંડ જનાદેશ હાંસલ કર્યાં છે. ગોવામાં ભાજપ સામે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. પરિણામના આંકડાની વાત કરવામાં આવે તો, ગોવા જિલ્લા પંચાયતમાં 50 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપને 30 બેઠકો પર જીત મળી છે. જ્યારે સામે કોંગ્રેસને માત્ર 08 બેઠકો પર મળી છે. ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપની જીત માટે પીએમ મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે.
50 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપની 30 બેઠકો પર જીત
ગોવામાં મળેલી જીત માટે પીએમ મોદીએ પાર્ટીને શુભેચ્છા પાઠવી છે. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ગોવા સુશાસન સાથે ઊભું રહ્યું છે. ગોવા પ્રગતિશીલ રાજનીતિ સાથે છે. જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ-એમડીએ (એનડીએ) પરિવારને સમર્થન અને આશીર્વાદ આપવા માટે ગોવાના ભાઈ-બહેનોનો હું આભાર વ્યક્ત કરું છું. આ જીતના કારણે ગોવાના વિકાસના અમારા પ્રયાસોને નવી તાકાત મળી છે. અમે આ અદ્ભુત રાજ્યના લોકોના સપના અને આકાંક્ષાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ’.
એનડીએના કાર્યકર્તાઓની મહેતનના પીએમ મોદીએ વખાણ કર્યાં
પીએમ મોદીએ આ જીત માટે એનડીએના કાર્યકર્તાઓને પણ આભાર માન્યો છે. તેમનું કહેવું છે કે, એનડીએના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે, તો સ્થાનિક લેવલે સક્રિય રીતેને કામ કરતા રહ્યા તેના પરિણામે આ જીત મળી છે. આંકડા જોઈએ તો. કુલ 50 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને 30 બેઠકો, કોંગ્રેસને 08 બેઠકો, અપક્ષને 02 બેઠકો, એમજીપીને બે બેઠકો, આમ આદમી પાર્ટીને 02 બેઠકો, આરજીપીને 02 બેઠકો અને જીએફપીને 01 બેઠક મળી છે.
ગોવાના મુખ્યપ્રધાને જીત માટે ખુશી વ્યક્ત કરી
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, ગોવામાં ભાજપ નંબર 1! ગોવા, ભાજપ પર વિશ્વાસ કરવા અને અમને પ્રચંડ વિજય અપાવવા બદલ આભાર! ભાજપ-MGP (NDA) ગઠબંધનના તમામ નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોને શુભેચ્છાઓ. આ મજબૂત જનાદેશ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની ડબલ-એન્જિન સરકારમાં લોકોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું અમારા સમર્પિત કાર્યકરોની પણ પ્રશંસા કરું છું’. આ સાથે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન સર્વાંગી વિકાસને વેગ આપશે, પારદર્શક અને જવાબદાર શાસનને મજબૂત બનશે તેવો મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.