Mon Dec 22 2025

Logo

White Logo

સ્કૂલ ગ્રાન્ટ મામલે ગ્રામિણ શાળાઓને રાહત, : બાળકોની હાજરીના નિયમમાંથી છૂટકારો

1 day ago
Author: pooja shah
Video

અમદાવાદઃ ગુજરાત સરકારે ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવી પોલિસી જાહેર કરી છે, પરંતુ તેમાં ગ્રામ્ય વિસ્તારોના એક ક્લાસરૂમવાળા સ્કૂલને બાકાત રાખવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકારે અપવાદરૂપ સંજોગોમાં, ફક્ત એક જ વર્ગ ધરાવતી ગ્રામીણ શાળાઓમાં સરેરાશ 5 વિદ્યાર્થીઓ સુધીની હાજરીને સ્વીકારવા માટેની સ્કૂલ કમિશનરને સત્તા આપી છે. જોકે, 5 વિદ્યાર્થીઓથી વધુ હાજરીમાં ઘટાડો થતો હોય તો રાજ્ય સરકારની મંજૂરીની જરૂર પડશે.

નવી પોલિસીમાં વિદ્યાર્થીઓની હાજરી અનુસાર ગ્રાન્ટની રકમ આપવાની જોગવાઈ સરકારે જાહેર કરી હતી, જેમાં શહેરી અને અર્બન વિસ્તારો માટે અલગ અલગ નિયમો રાખવામા આવ્યા હતા. જે શહેરી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી 80 ટકા અને ગ્રામ્ય સ્કૂલોમાં 55 ટકા હશે, તેને પૂરી ગ્રાન્ટ મળશે. આનાથી ઓછી હાજરી માટે ગ્રાન્ટના અલગ અલગ સ્બેલ રાખવામાં આવ્યા છે, જેમાં 25થી 80 ટકા સુધી ગ્રાન્ટ કટ કરવામાં આવી શકે છે. 

જાહેર થયેલી પોલિસીમાં શિક્ષણ વિભાગે સરેરાશ હાજરીની ગણતરી કરવાની પદ્ધતિ પણ સ્પષ્ટ કરી હતી.  હાજરીની ગણતરી શિક્ષણ દિવસોની સંખ્યા અને વર્ગવાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે કરવામાં આવશે. . ઉદાહરણ તરીકે, એક જ વર્ગની શાળામાં જેમાં 60 વિદ્યાર્થીઓ અને મહિનામાં 25 શિક્ષણ દિવસો હોય છે, ત્યાં માસિક સરેરાશ નક્કી કરવા માટે બધા 25 દિવસોની દૈનિક હાજરીને કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાથી ઉમેરી અને ભાગવામાં આવે છે. ત્યારબાદ આ માસિક આંકડાઓના આધારે વાર્ષિક સરેરાશ હાજરીની ગણતરી કરવામાં આવે છે.