Mon Dec 22 2025

Logo

White Logo

ગુજરાતમાં એમબીબીએસની સિટ્સ ખાલી છે : તેમ છતાં એડમિશન રાઉન્ડ કેમ નહી ? હા્ઈકોર્ટનો સવાલ...

5 days ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ ચાર એડમિશન રાઉન્ડ બાદ પણ ગુજરાતમાં એમબીબીએસની 57 સિટ્સ ખાલી પડી છે, છતાં વધારાનો રાઉન્ડ કેમ નથી રાખવામાં આવ્યો તેવા સવાલનો જવાબ ગુજરાત હાઈકોર્ટે નેશનલ મેડિકલ કમિશન (એમએમસી) અને મેડિકલ કાઉન્સિલિંગ કમિટી(એમસીસી) પાસેથી માગ્યો છે. ગુજરાત મેડિકલ કૉલેજના એસોસિયેશન એમઈડીજીયુજેએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 57 જેટલી બેઠક ખાલી હોવા છતાં એડિમશન રાઉન્ડ ન યોજાતા ગયા મહિને તેઓ કોર્ટમાં ગયા હતા. ગુજરાતમાં કુલ 6,400 એમબીબીએસ સિટ્સ છે, જેમાંથી 57 હજુ ભરાઈ નથી. 

ગયા વર્ષે માત્ર ચાર બેઠક બાકી હોવા છતાં વધારાનો એડિમશન રાઉન્ડ થયો હતો. એડિમશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસ, જે સંસ્થા એડિમશન રાઉન્ડ કન્ડક્ટ કરે છે, તેમના આવા વલણને લીધે ઘણા ઈચ્છૂકો એમબીબીએસના કોર્સથી વંચિત રહી જશે, તેમ પણ તેમણે અપીલમાં કોર્ટને જણાવ્યું હતું. એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ અને બીએચએમએસના કોર્સ માટે એડિમશન રાઉન્ડ્સ આયોજિત કરવામાં આવે છે. 

એનએમસી અને એમસીસીને કલમ 226 અંતર્ગત એમબીબીએસના વધુ એડિમશન રાઉન્ડ યોજવા કોર્ટ ફરજ પાડે, તેમ અપીલમાં જણાવવામાં આવ્યું હતું. કોર્ટે આ માટે એનએમસીના વકીલને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે એનએમસીએ વધુ રાઉન્ડ યોજવાનું શક્ય ન હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં કોર્ટે સ્પષ્ટતા માગી હતી કે જ્યારે અન્ય કોર્સની બાકી સિટ્સ માટે વધારા એડિમશન રાઉન્ડ કન્ડક્ટ કરવામાં આવે છે અને ગયા વર્ષે એમબીબીએસ માટે પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે શા માટે નથી કરવામાં આવતા તેની સ્પષ્ટતા કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટતા હોવાનું અને હવે પછીની સુનાવણી મંગળવારે નિર્ધારિત કરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.