પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં પોલીસે 51 લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને 30 વર્ષના નાઇજીરિયનની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1 (વસઇ)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મંગળવારે સાંજના નાલાસોપારા પૂર્વના પ્રગતિનગર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી અને નાઇજીરિયન ઉબા ઉર્ફે નોસો ઉબા ચિનોસો વિસ્ડમ (30)ને ઝડપી પાડ્યો હતો.
પ્રગતિનગરના બસેરા એપાર્ટમેન્ટમાં રહેનારા ઉબા ઉર્ફે નોસો પાસેથી 51.10 લાખ રૂપિયાનું 255 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
નાઇજીરિયન વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ (એનડીપીએસ) હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું તેની પોલીસ તપાસ કરી રહી છે.