Sat Dec 13 2025

Logo

White Logo

WTC પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! : પાકિસ્તાન કરતા પણ પછાળ

19 hours ago
Author: Savan Zalariya
Video

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ છેલ્લા એક-દોઢ વર્ષથી ખુબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે, તાજેતરમાં જ ભારતીય ટીમને ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં 0-2થી કરામી હાર મળી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) 2025-27ની ફાઈનલમાં પહોંચવાની ભારતની આશા ઝાંખી થઇ રહી છે, એવામાં ન્યૂઝીલેન્ડની ટીમે વેસ્ટ ઈન્ડિઝને સામે ટેસ્ટ મેચમાં જીત મેળવતા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
 
ટોમ લેથમની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડની ટીમે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 9 વિકેટથી શાનદાર જીત મેળવી. આ જીતને કારણે ન્યૂઝીલેન્ડની ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. ન્યૂઝીલેન્ડ આ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ભારતીય ટીમ ટોપ-5માંથી બહાર ફેંકાઈ ગઈ છે. 

હાલ WTC 2025-26ના પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડની ટીમ પાસે 66.67 ટકા પોઈન્ટ છે. આ ટેબલમાં 100 ટકા પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 75 ટકા પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. 

ભારતીય ટીમની રાહ મુશ્કેલ:

WTC 2025-27ની ફાઇનલમાં પહોંચવું ભારતીય ટીમ માટે અત્યંત મુશ્કેલ છે. આ સાયકલમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમી છે. ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની સિરીઝ 2-2 થી ડ્રો રહી, વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ભરતીય ટીમે 2-0 થી જીત મેળવી. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં ભારતીય ટીમને 0-2 કારમી હાર મળી.

ભારતીય ટીમે 9 મેચમાંથી 4માં જીત મેળવી છે અને 4માં હાર મળી છે, જ્યારે એક એક મેચ ડ્રો છે. WTC 2025-26ના પોઈન્ટ ટેબલમાં 48.15 ટકા પોઈન્ટ સાથે ભારતીય ટીમ છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ 50 ટકા પોઈન્ટ સાથે ભારતથી આગળ પાંચમા સ્થાને છે.

હવે ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે.