Fri Jan 02 2026

Logo

White Logo

ઈન્દોરમાં દૂષિત પાણીનો કહેર: મૃત્યુઆંક વધ્યો, : હજુ 32 જણ આઈસીયુમાં

2 hours ago
Author: vimal prajapati
Video

રાહુલ ગાંધીના ભાજપ સરકાર પર પ્રહાર, ‘ઈન્દોરમાં પાણી નહીં ઝેર વહેંચાયું...’

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર માનવામાં આવે છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં દૂષિત પાણી પીવાના કારણે 15 લોકોના મોત થયાં છે. 200થી વધુ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 32 જણની હાલત વધુ ગંભીર હોવાથી આઈસીયુમાં રાખવામાં આવ્યાં છે, જેમાંથી અમુક લોકો જીવનમરણ વચ્ચે ઝઝૂમી રહ્યાં છે. પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું તેના કારણે તેમાં ગટરનું પાણી મિશ્રિત થઈ ગયું હતું. આના કારણે અનેક લોકોને ઝાડા-ઉલટી થવા લાગી હતી. માત્ર ભાગીરથપુરામાં જ 500થી વધુ લોકોને ઝાડા-ઉલટી થવાથી હોસ્પિટલ ખસેડ્યા હતા.

મૃતકના આંકડા છુપાવવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ

ભાગીરથપુરામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાં છે, તેમાં અલગ અલગ આંકડા જાણવા મળ્યાં છે. દૂષિત પાણીના કારણે આ લોકોના મોત થયાં છે. સૂત્રો દ્વારા 15 લોકોના મોતના સમાચાર મળ્યાં છે પરંતુ તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે, તંત્રનું કહેવું છે કે, માત્ર 4 જ લોકોનો મોત થયાં છે. જેના કારણે મધ્ય પ્રદેશના મંત્રી અને ઈન્દોરના ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયને આ મામલે અનેક સવાલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ ચોક્કસ વિગતો આપી નહોતી. 

દૂષિત પાણી મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યો આક્ષેપ

આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર વાક્ પ્રહાર કર્યાં છે. એક્સ પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, ઇન્દોરમાં પાણી નહીં પરંતુ ઝેર વહેંચાયું અને તંત્ર કુંભકરણની ઊંઘમાં રહ્યું! ઈન્દોરના દરેક ઘરે માતમ છવાયો છે અને ભાજપ નેતાઓ અભિમાનીની જેમ નિવેદનો આપી રહ્યાં છે. જે ઘરોમાં મોત થયાં છે તે લોકોને સહાનુભૂતિની જરૂર હતી પરંતુ સરકાર ઘમંડ દેખાડી રહી છે. સ્થાનિકોએ વારંવાર ખરાબ પાણી મામલે ફરિયાદો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી? ગટરનું પાણી પીવાના પાણીમાં કેવી રીતે ભળ્યું? સમયસર પાણી કેમ બંધ ન કરવામાં આવ્યું? જવાબદાર અધિકારીઓ અને રાજકારણીઓ સામે ક્યારે કાર્યવાહી થશે?

પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવા હાઈ કોર્ટનો આદેશ

મધ્ય પ્રદેશના ઈન્દોરના ભાગીરથપુરાનો મામલો મધ્યપ્રદેશ હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. હાઇ કોર્ટે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈન્દોરવાસીઓને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવાનો આદેશ કરતા કહ્યું કે, લોકો સુધી પીવાનું સ્વચ્છ અને સુરક્ષિત પાણી કોઈપણ સંજોગોમાં પહોંચાડવામાં આવે. જો કે, તંત્ર દ્વારા હજી તેનો કોઈ અમલ કરવામાં આવ્યો નથી.

પાણીની તપાસની વાત કરવામાં આવે તો, ભાગીરથપુરામાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ ઠીક કર્યા બાદ પીવાના પાણીના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા, જેના રિપોર્ટમાં આ પાણીમાં જીવલેણ બેક્ટેરિયા હોવાનું જાણવા મળ્યું હતું. આ દૂષિત પાણીની કારણે અત્યારે સુધીમાં 1500 થી પણ વધારે લોકો પ્રભાવિત થયાં છે. 200 લોકો હજી પણ હોસ્પિટલમાં છે જેમાંથી 32 ની હાલત ગંભીર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.