જાકાર્તા : ઈન્ડોનેશિયામાં એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે. આ અકસ્માત સોમવારે મોડી રાત્રે સર્જાયો હતો. જેમાં 34 પ્રવાસીઓ સાથે જઇ રહેલી બસ કોંક્રીટના બેરિયર સાથે અથડાઇ હતી. પોલીસ અને બચાવ દળ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચ્યા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઘણા મુસાફરો બસની બહાર ફેંકાઈ ગયા
પોલીસે જણાવ્યું કે બસ રાજધાની જાકાર્તાથી પ્રાચીન શાહી શહેર યોગ્યાકાર્તા જઈ રહી હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ ટક્કરની તીવ્રતાને કારણે ઘણા મુસાફરો બસની બહાર ફેંકાઈ ગયા અને અનેક લોકો શરીર બસમાં ફસાઈ હતી. પોલીસ અને બચાવ ટીમોએ છ મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનમાં કુલ 10 લોકોના મોત થયા છે.
અકસ્માતમાં અઢાર લોકો ઘાયલ થયા
આ અકસ્માતના ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે. અકસ્માતમાં અઢાર લોકો ઘાયલ થયા હતા. જેમાંથી પાંચ અતિગંભીર છે અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.