Thu Jan 01 2026

Logo

White Logo

બેકલેસ આઉટફિટમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરી : બોલીવૂડ એક્ટ્રેસે વધારી ફેન્સની હાર્ટબીટ, ફોટો થયા વાઈરલ...

3 weeks ago
Author: Darshana Visaria
Video

બોલીવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા પોતાના લૂકથી ફેન્સની હાર્ટ બીટ વધારતી હોય છે અને હાલમાં તેણે પોતાની લેટેસ્ટ પોસ્ટથી ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. બેકલેસ ડ્રેસ અને સિઝલિંગ અદાઓથી કૃતિ ખરબંદાએ ફેન્સને ઘાયલ કરી દીધા હતા. નેટિઝન્સ તો કૃતિના આ ફોટો જોઈને એકદમ ફ્લેટ થઈ ગયા હતા. ચાલો જોઈએ શું છે ખાસ કૃતિના આ ફોટોમાં…

બોલીવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા ભલે હાલમાં ફિલ્મી દુનિયામાં એક્ટિવ નથી અને તેમ છતાં પણ સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો પોસ્ટ કરીને ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. હાલમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બેકલેસ આઉટફિટમાં બોલ્ડ અને બ્યુટીફૂલ ફોટો શેર કર્યા હતા. આ ફોટો જોઈને ફેન્સ તો કૃતિ પરથી નજર હટાવી શક્યા નહોતા.

ગ્લેમરસ ક્વીન કૃતિ ખરબંદાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્લેમરનો જાદુ ચલાવીને પોતાના લેટેસ્ટ ફોટોથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. કૃતિ ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન દરેક પ્રકારના આઉટફિટમાં શોભી ઉઠે છે. સોશિયલ મીડિયા પર કૃતિ ખરબંદાની તગડી ફેન ફોલોઈંગ છે અને ફેન્સ તેની એક ઝલક જોવા માટે એકદમ આતુર હોય છે.

વાત કરીએ એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો વિશે તો એક્ટ્રેસ પર સ્ટાઈલિશ બેકલેસ ડ્રેસ એકદમ હુસ્ન પરી જેવી લેગી રહી છે. હોટ અને રિવિલિંગ ડ્રેસ પહેરીને એક્ટ્રેસે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. નેટિઝન્સ કૃતિના આ ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફોટો શેર કર્યાની મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યા હતા. યુઝર્સ લાઈક્સ અને કમેન્ટ કરીને એક્ટ્રેસના ફોટો પર વ્હાલ વરસાવી રહ્યા છે.

કૃતિ ખરબંદાએ ખૂબ જ ગ્રેસફૂલી આ આઉટફિટને સ્ટાઈલ કર્યો હતો અને આ આઉટફિટ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. પીચ કલરના હોલ્ટર નેક ડ્રેસ સાથે એક્ટ્રેસે ખૂબ જ મિનિમલ જ્વેલરી પહેરી છે. સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ સાથે એક્ટ્રેસે પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો. હેયરસ્ટાઈલ અને મેકઅપની વાત કરીએ તો તેણે સોફ્ટ વેવી હેર સ્ટાઈલ કરી હતી. શિમરી આઈ મેકઅપ અને રેડ લિપસ્ટિકે કૃતિનો લૂક ક્લાસી બનાવ્યો હતો.

કૃતિ ખરબંદાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો લાંબા સમયથી તેણે કોઈ ફિલ્મ નથી કરી, પરંતુ તે છેલ્લે રાણા નાયડુ સિઝન-2માં જોવા મળી હતી. તમે પણ એક્ટ્રેસના વાઈરલ થઈ રહેલાં ફોટા ના જોયા હોય તો એક નજર કરી લો…