Mon Dec 08 2025

Logo

White Logo

52 વર્ષથી સાથે છીએ, હવે નથી થતું... : અમિતાભ બચ્ચન સાથેના લગ્નને લઈને જયાજીનો ચોંકાવનારો ખુલાસો...

4 days ago
Author: Darshana Visaria
Video

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારમાં બચ્ચન પરિવારની ગણતરી કરવામાં આવે છે અને એવી સ્થિતિમાં હેડિંગ વાંચીને તમને કદાચ એવું લાગી રહ્યું હશે કે હસતાં રમતાં આ પરિવારને કોની નજર લાગી ગઈ છે. લગ્નના 52 વર્ષે જયા બચ્ચને આ શું સૂઝ્યું કે તેમણે એવું કહ્યું કે અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરવા એ મારી સૌથી મોટી ભૂલ છે, લગ્ન એ આઉટડેટેડ ઈન્સ્ટિટ્યૂશન છે. આ બધું વાંચીને તમને પણ સવાલ તો થશે કે અમિતાભ અને જયા બચ્ચન વચ્ચે બધું બરાબર તો છે ને? ચાલો જાણીએ કે આખરે મામલો શું છે... 

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પહોંચેલા જયા બચ્ચને અમિતાભ બચ્ચન સાથેના તેમના લગ્ન જીવનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જયા બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા અદાકારા છે કે જેઓ પોતાના વિચારો અને વાતો બેબાક અંદાજમાં રજૂ કરે છે. પછી એ પેપ્ઝ પ્રત્યેની નારાજી હોય કે કોઈ ઈવેન્ટમાં બનેલી અણગમતી ઘટના. તેઓ દરેક વાતને ખૂબ જ બિન્ધાસ્ત રીતે લોકોની સામે મૂકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Barkha Dutt (@barkha.dutt)

જયા બચ્ચને હાલમાં જ એક કાર્યક્રમમાં લગ્નને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને તેમને પૂછવામાં આવ્યું કે શું અમિતાભજી પણ લગ્નને લઈને તેમના વિચારો રજૂ કરે છે તો એના જવાબમાં જયાજીએ જણાવ્યું કે મેં એમને પૂછ્યું નથી અને કદાચ તેઓ કહેશે લગ્ન એ સૌથી મોટી ભૂલ છે અને હું એ સાંભળવા નથી માંગતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Barkha Dutt (@barkha.dutt)

આ કાર્યક્રમમાં જયાજીએ જણાવ્યું હતું કે તેમના લગ્ન ગેરકાયદેસર રીતે થયા હતા. આ પાછળની સ્ટોરી જણાવતાં જયાજીએ રહ્યું કે અમે તો રજિસ્ટરમાં સહી પણ નહોતી કરી. કેટલાય વર્ષો બાદ ખ્યાલ આવ્યો કે સહી કરવું કેટલું જરૂરી છે ત્યારે જઈને મેરેજ રજિસ્ટર કરાવ્યા. આનો અર્થ એવો થયો કે આટલા વર્ષો સુધી અમે લોકો ગેરકાયદેસર રીતે સાથે રહેતાં હતા. 

જયા બચ્ચનને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને ક્યારે લાગ્યું કે તમે અમિતાભજીને પ્રેમ કરો છો? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે શું કામ જૂના ઘાવને છંછેડી રહ્યા છો? હું છેલ્લાં 52 વર્ષથી એક જ વ્યક્તિ સાથે છું અને હવે આનાથી વધારે હું એમને પ્રેમ કરી શકું એમ નથી. એટલું જ નહીં જયા બચ્ચને નવ્યા નવેલી નંદાના લગ્નને લઈને કહ્યું હતું કે હું નથી ઈચ્છતી કે તે જલદી લગ્ન કરે. લગ્ન એ એક એવો લાડુ છે કે જે ખાય છે એ પણ પસ્તાય છે અને નથી ખાતા એ પણ પસ્તાય છે. જીવનનો આનંદ ઉઠાવો, એના માટે કાગળ પેનની જરૂર નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Barkha Dutt (@barkha.dutt)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જયા બચ્ચન છેલ્લે 2023માં આવેલી ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે એક ગ્રેશેડનો રોલ કર્યો હતો અને દર્શકોએ તેમને આ રોલમાં પસંદ કર્યો હતો.