Thu Jan 01 2026

Logo

White Logo

આયરા ખાને વધતા વજન અંગે વ્યક્ત કરી ચિંતા, : વીડિયો શેર કરી કહ્યું, હું પાંચ વર્ષથી....

1 day ago
Author: mumbai samachar teem
Video

મુંબઈઃ આમિર ખાનની દીકરી આયરા ખાન, તે સ્ટાર કિડ્સમાંથી એક છે, જેણે અત્યાર સુધી ફિલ્મો અને અભિનયથી અંતર રાખ્યું છે છતાં, તે હંમેશાં ચર્ચામાં રહે છે. આયરા ખાન સોશિયલ મીડિયા મારફત તેના ચાહકો સાથે કનેક્ટ પણ રહે છે અને ડિપ્રેશન જેવા મુદ્દાઓ પર પણ ખુલીને વાત કરે છે. હવે તાજેતરમાં જ આ સ્ટાર કિડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે તેના વધેલા વજન અને બોડી ઇમેજની સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી છે. આયરાએ તેના વીડિયોમાં જણાવ્યું કે તે લાંબા સમયથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે, જેની તેના વજન અને શરીર પર પણ અસર પડી છે.

આયરાએ શેર કરેલા વીડિયોમાં તે તેના વજન અને તેની ખાવાની આદતો વિશે ચર્ચા કરે છે. વીડિયોમાં તે કહે છે ચાલો સૌથી મોટી સમસ્યા વિશે વાત કરીએ. હા, મારું વજન વધારે છે. મારી ઉંમર અને ઊંચાઈના પ્રમાણમાં મારું વજન વધારે છે. 2020થી હું બોડી ઇમેજની સમસ્યાઓ અને ભોજન સંબંધી  સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહી છું. 
હું પહેલા ડિપ્રેશનમાં હતી, મને તેના વિશે વાત કરવામાં અનુકૂળ લાગતું નહોતું. મને ખબર નહોતી તે કેવી રીતે થશે. તે મિત્રો સાથેના સંબંધો, મારા પતિ નુપુર સાથેના મારા સંબંધો, મારા આત્મસન્માન, મારા કામ અને દરેક વસ્તુને અસર કરી રહ્યું છે.

આયરા આગળ કહે છે તે મારા જીવનમાં એક સમયે ડિપ્રેશન જેટલી તીવ્ર છે. તેથી જ હું તેના વિશે વાત કરવા માંગુ છું. હું મારી બધી સમસ્યાઓ શેર કરવા માંગુ છું. મને આશા છે કે મને મદદ કરશે, પરંતુ મારી સલાહ છે કે ટિપ્પણી કરવાનું ટાળજો. જો કરો છો, તો તમારા પોતાના જોખમે કરજો. હું ઘણા લાંબા સમયથી વધુ વજન અને અનફિટ રહેવા સામે સંઘર્ષ કરી રહી છું. 2020થી મારું વજન વધી ગયું છે અને મારે પાસે તેના વિશે ઘણું કહેવાનું છે. 

મને લાગે છે કે નાનો ફેરફાર પણ સારો છે અને તેથી જ મેં તેના વિશે વાત કરવાનું વિચાર્યું. જ્યારે મેં ડિપ્રેશન વિશે વાત કરી ત્યારે મને વિશ્વાસ નહોતો, પણ મને લાગે છે કે તેના વિશે વાત કરવી જરૂરી છે. મને ઈટિંગ ડિસઓર્ડર નથી અને હું કોઈ નિષ્ણાત પણ નથી. હું ફક્ત મારો અનુભવ શેર કરી રહી છું.

એક સમયે ડિપ્રેશનથી પીડાતી આયરા હવે તેના વિશે ખુલીને વાત કરે છે. હવે આયરાએ સ્થૂળતા અને વધતા વજન પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને તે તેના તાજેતરના વીડિયોને કારણે ચર્ચામાં છે. ઘણા યુઝર્સે આયરાના વીડિયો પર પ્રતિક્રિયા આપીને તેની પ્રશંસા કરી અને તેને પ્રોત્સાહિત કરી છે.