Thu Jan 01 2026

Logo

White Logo

ગોલમાલ 5માં અજય દેવગણ અને રોહિત શેટ્ટીની જોડી ફરી મચાવશે ધૂમ, : નવા કલાકારની એન્ટ્રી થશે...

1 day ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈ: સમયાંતરે અજય દેવગણ પોતાની સિક્વલ ફિલ્મો લઈને થિયેટરમાં આવતો રહ્યો છે. કોવિડ-19 પહેલા અને પછી આવેલી અજય દેવગણે સારી એવી સિક્વલ ફિલ્મો કરી છે. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી પણ કરી છે. અજય દેવગણે રોહિત શેટ્ટી સાથે મળીને કરેલી 'ગોલમાલ' ફિલ્મની સિરીઝ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. હવે આગામી સમયમાં આ જોડી 'ગોલમાલ 5' ફિલ્મ લઈને આવી રહી છે.

'ગોલમાલ 5'માં હશે નવા કલાકાર

કોમેડી ફિલ્મોના ફેન્સ માટે ખુશખબર છે. કારણ કે, 'ગોલમાલ 5' ફિલ્મ વધુ એક વખત દર્શકોને હસાવવા માટે આવી રહી છે. આ વખતે ફિલ્મમાં એક મોટો ફેરફાર જોવા મળશે. આ ફિલ્મ માત્ર કોમેડી નહીં, પરંતુ 'ફેન્ટસી કોમેડી' ફિલ્મ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'ગોલમાલ 5' ફિલ્મમાં આ વખતે પણ અજય દેવગણ, અર્શદ વારસી, શ્રેયસ તલપડે, તુષાર કપૂર અને કુણાલ ખેમુ ફરી જોવા મળશે. ખાસ વાત તો એ છે, ફિલ્મમાં આ વખતે શરમન જોશી પણ જોવા મળશે. જોકે, શરમન જોશીએ 'ગોલમાલ'ના પહેલા ભાગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ફીમેલ લીડની કાસ્ટિંગ પણ શોધ ચાલુ

અગાઉની ફિલ્મોની જેમ ફિલ્મમાં જોની લીવર, સંજય મિશ્રા, મુકેશ તિવારી અને અશ્વિની કાલેસ્કર જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે, પરંતુ ખાસ વાત એ છે કે ગોલમાલ ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં પહેલીવાર એક મહિલા ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. જોકે, આ ભૂમિકા કોણ ભજવશે? એ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. હાલમાં અજય દેવગણની સામે ફીમેલ લીડ અને એક કોમેડી ગેંગસ્ટરના પાત્ર માટે કાસ્ટિંગની શોધ ચાલી રહી છે. 

સફળ રહી હતી 'ગોલમાલ' સિરીઝ

ઉલ્લેખનીય છે કે, 2006માં રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી 'ગોલમાલ: ફન અનલિમિટેડ'થી શરૂ થયેલી આ સફર આજે બોલીવુડની સૌથી સક્સેસફૂલ કોમેડી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. 2006 બાદ 2008માં 'ગોલમાલ રિટર્ન્સ', 2010માં 'ગોલમાલ 3' અને 2017માં 'ગોલમાલ અગેન' ફિલ્મ આવી હતી. આ તમામ ફિલ્મોએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી.