Mon Dec 22 2025

Logo

White Logo

શુભમન ગિલ : વિશે ગુજરાત ટાઇટન્સે મોટું નિવેદન આપ્યું...

3 days ago
Author: Ajay Motiwala
Video

અમદાવાદઃ 2022માં પોતાની પહેલી જ સીઝનમાં આઇપીએલનું ટાઇટલ જીતનાર ગુજરાત ટાઇટન્સ (જીટી)એ શુભમન ગિલની કૅપ્ટન્સી અને તેની બૅટિંગ પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે અને તેને આવતા ઘણા વર્ષો સુધી કૅપ્ટનપદે રાખવાની યોજના જાહેર જનતા સમક્ષ વ્યક્ત કરી છે.

જીટીના ચૅરમૅન જિનલ મહેતા તેમ જ ડિરેકટર શાન મહેતાએ ગિલના નેતૃત્વ પર પૂરો ભરોસો મૂક્યો કર્યો છે. શાન મહેતાએ કહ્યું છે કે તે આવતા ઘણા વર્ષો સુધી ટીમના કૅપ્ટનપદે રહી શકશે.

ગિલ 2018થી 2021 દરમ્યાન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વતી આઇપીએલમાં ધમાકેદાર કરીઅર શરૂ કર્યા બાદ 2022માં નવી જ બનેલી ટીમ જીટી સાથે જોડાયો હતો. 2020 તથા 2021ની આઇપીએલમાં ગિલ કેકેઆરનો હાઇએસ્ટ રનકર્તા હતો.

2022માં જીટીને ટાઇટલ અપાવવામાં પણ તેનું મોટું યોગદાન હતું અને 2023માં તેણે જીટી વતી રેકૉર્ડ 890 રન કર્યા હતા જેમાં તેની ચાર સેન્ચુરી સામેલ હતી. એ વર્ષમાં જીટી રનર-અપ રહી હતી. 2024માં ગિલને સુકાન સોંપાયું હતું અને 2025માં તેને કૅપ્ટનપદે જાળવી રાખવામાં આવ્યો હતો. 2025માં તેની કૅપ્ટન્સીમાં જીટીની ટીમ ત્રીજા નંબરે હતી અને પ્લે-ઑફમાં પહોંચી હતી.

જિનલ મહેતાએ કહ્યું હતું કે ` બૅટિંગમાં ગિલની જે ટૅલન્ટ છે એને અમે બરાબર પારખી હતી તેમ જ તેનામાં કૅપ્ટન તરીકેની જે કાબેલિયત છે એને પણ બરાબર ઓળખી હતી. તેણે જીટી વતી તેમ જ ભારત વતી ઘણું સારું પર્ફોર્મ કર્યું છે.'