નવી દિલ્હીઃ ક્રિકેટર વિરાટ કોહલી અને ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ ગુરુવારે આઠમી મૅરેજ ઍનિવર્સરી (Anniversary) ઉજવી હતી. વિરાટ તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે સિરીઝની છેલ્લી વન-ડે રમ્યા બાદ તરત જ લંડન જવા રવાના થઈ ગયો હતો.
અનુષ્કાએ પ્રથમ લગ્નતિથિ બાદ વિરાટને વિશ્વના ` ગ્રેટેસ્ટ' પુરુષ તરીકે ઓળખાવ્યો હતો. બન્નેને સોશ્યલ મીડિયા પર લગ્નતિથિ બદલ અનેક ચાહકોના અભિનંદન તથા શુભેચ્છા મળ્યા છે.
` રબ ને બના દી જોડી' અને ` બૅન્ડ બાજા બારાત' ફિલ્મની અભિનેત્રી અનુષ્કાએ વિરાટ સાથે 2017ની 11મી ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કર્યા હતા. વર્તમાન ભારતના આ બેસ્ટ સેલિબ્રિટી કપલ તરીકે ઓળખાય છે.
વિરાટ (virat) અને અનુષ્કા (Anushka) ઘણા સમયથી બન્ને બાળકો સાથે લંડનમાં રહે છે. વિરાટ હવે જાન્યુઆરીમાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી વન-ડે સિરીઝ પહેલાં ભારત પાછો આવશે.