Mon Dec 22 2025

Logo

White Logo

માંગરોળમાં અંગ્રેજી મીડિયમની સરકારી શાળાની : નવી ઈમારત સામે વાલીઓનો વિરોધ...

1 day ago
Author: Pooja Shah
Video

AI


અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સરકાર દ્વારા અંગ્રેજી માધ્યમની સ્કૂલ માટે જે સ્થળની પસંદગી કરવામાં આવી છે, તેનો વિરોધ થઈ રહ્યો છે. નાગરિકોએ કરેલા વિરોધ અનુસાર સ્કૂલની ઈમારત શહેરથી ત્રણેક કિમી દૂર છે. શહેરમાં રહેતા ગરીબ અન્ય મધ્યમવર્ગના બાળકોએ અને તેમના વાલીઓએ પાંચ-છ કિમી રોજ મુસાફરી કરવી પડે તેમ છે. નાગરિકોની આ માગણીને કૉંગ્રેસનાં નેતા ચંદ્રીકાબેન ચુડાસમાએ પણ ટેકો આપ્યો હતો અને શિક્ષણ વિભાગને વાલીઓ-વિદ્યાર્થીઓના હીતમાં નિર્ણય લેવાની માગણી કરી હતી. 

અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણવવાની વાલીઓની ઈચ્છાને ધ્યાનમાં લઈ પાંચ વર્ષની આ સ્કૂલ ટેમ્પરરી બિલ્ડિંગમાં શહેરની મધ્યમાં ચાલતી હતી. સ્કૂલન કાયમી ધોરણે પોતાની ઈમારત મળે તેવી માગણીને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓને અનુકૂળ પડે તેવી ઈમારત બનાવવાને બદલે ગામથી દૂર બંદર વિસ્તારમાં જગ્યા લઈ ખાતમૂહુર્ત કરાતા લોકોમા ગુસ્સો અને નારાજગી જોવા મળ્યા હતા. શહેરમાં ઘણી સરકારી પડતર જમીન છે, ત્યાં સ્કૂલ બનાવવાની માગણી વાલીઓએ કરી હતી. શાળા માટે યોગ્ય એવા વિકલ્પો હોવા છતા આટલે દૂર બનાવવામાં આવી રહી હોવાથી નારાજ નાગરિકોએ આંદોલનનો માર્ગ પકડવાની ચીમકી પણ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.