Mon Dec 22 2025

Logo

White Logo

ગાયબ થયેલી એપસ્ટીન ફાઈલ્સ ફરી જાહેર! : ટ્રમ્પ, ક્લિન્ટન, પોપ જોન પોલ-II ના ફોટો મળ્યા

Newyork   12 hours ago
Author: Savan Zalariya
Video

ન્યુયોર્ક: ગત શુક્રવારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) એ જેફરી એપસ્ટેઇન સેક્સ રેકેટ સાથે જોડાયેલી ફાઈલ્સ જાહેર કરી હતી, તેના બીજા દિવસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોટોગ્રાફ્સ સાથેની એક ફાઈલ સહીત કુલ 16 ફાઈલ્સ ગયાબ થઇ ગઈ હતી. જેને કારણે DoJની પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા હતાં, ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ DoJ પાસે ખુલાસો માંગ્યો હતો. હવે આ ફાઇલો ફરી જાહેર કરવામાં આવી છે.

ફરી જાહેર કરવામાં આવેલી એક ફાઈલમાં સામેલ એક ફોટોમાં જેફરી એપસ્ટીનના ડેસ્કનો એક ફોટો ચર્ચામાં છે. ડેસ્ક પર કેટલાક ફોટો ફ્રેમ કરીને રાખવામાં આવ્યા છે. એક ફોટોમાં ડોનાલ્ડ ટ્રમ્પ મહિલાઓ સાથે ઉભેલા જોવા મળે છે, બીજી ફ્રેમમાં ટ્રમ્પ તેમનો પત્ની મેલાનિયા, એપસ્ટીન અને એપસ્ટીનની સાથી ઘિસ્લેન મેક્સવેલ સાથે જોવા મળે છે.

એક ફ્રેમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પોપ જોન પોલ-II પણ જોવા મળે છે. એપસ્ટીનના ડેસ્કમાંથી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો ફોટો પણ મળી આવ્યો છે.

DoJનો ખુલાસો:

પારદર્શિતા સામે ઉઠેલા સવાલો અંગે ખુલાસો આપ DoJ એ જણાવ્યું કે સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂ યોર્કએ પીડિત મહિલાઓની ઓળખ જાહેર થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ઓળખ સુરક્ષિત રાખવા માટે આ ફોટોગ્રાફ્સ અસ્થાયી રૂપે દૂર કરવામાં આવ્યા હતાં. હાલમાં જાહેર કરવામાં આવેલા ફોટોગ્રાફમાં કોઈ એપસ્ટીનના પીડિતો દર્શાવવામાં આવ્યા નથી.

અહેવાલ મુજબ જે ફાઈલ્સ હટાવવામાં આવી હતી તેમાં વાંધાજનક કલાકૃતિઓ, કેટલા એન્વેલોપ, નામો અને એપાર્ટમેન્ટ નંબરો સાથેની નોટબુકનું પાનું વગેરે જોવા મળ્યા હતાં.

ડેમોક્રેટિક સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે એપ્સટાઇન પરની બધી ફાઇલો જાહેર કરવાના કાયદાનું ટ્રમ્પ ઉલ્લંઘન કરી રહ્યા છે.