Mon Dec 22 2025

Logo

White Logo

દિલ્હી પર પ્રદૂષણનો ખતરો યથાવત્: હવાઈ સેવા પર ગંભીર અસર : હવામાન વિભાગે આપી ચેતવણી

2 days ago
Author: Tejas Rajpara
Video

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી પર પ્રદૂષણ ખતરો યથાવત્ છે. દિલ્હીમાં ફરી ધુમ્મસને કારણે વિઝિબિલિટી લગભગ ઝીરો થઈ ગઈ છે, તો બીજી તરફ પ્રદૂષણનું સ્તર પણ ખતરનાક શ્રેણીમાં પહોંચી ગયું છે. કુદરતી ધુમ્મસ અને વાયુ પ્રદૂષણના મિશ્રણને કારણે દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતા જોતા 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

ગાઢ ધુમ્મસની સૌથી વધુ અસર દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી રહી છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે 'લો-વિઝિબિલિટી પ્રોસીજર' (LVP) લાગુ કરવામાં આવી છે. જોકે ફ્લાઈટ્સ ચાલુ છે, પરંતુ મુસાફરોને એરપોર્ટ પર ભારે વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પણ વાહનોની ગતિ થંભી ગઈ છે, વાહનચાલકો હેડલાઇટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર સ્થિતિમાં પહોંચ્યો છે. ખાસ કરીને ITO વિસ્તારમાં AQI 429 નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. આનંદ વિહાર, જહાંગીરપુરી અને વજીરપુર જેવા વિસ્તારોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. નિષ્ણાતોએ વૃદ્ધો, બાળકો અને શ્વાસની બીમારી ધરાવતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.

છેલ્લા બે દિવસમાં ધુમ્મસને કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે અથવા રદ કરવામાં આવી છે. શુક્રવારે જ 177 ફ્લાઈટ્સ રદ થઈ હતી, જ્યારે 500 થી વધુ ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા મોડી હતી. મુસાફરોની હાલાકી જોતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓ માટે કડક સૂચનાઓ જારી કરી છે. જેમાં 

ધુમ્મસની આ સમસ્યા માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નથી. એર ઇન્ડિયા અને ઈન્ડિગો જેવી કંપનીઓએ જણાવ્યું છે કે અમૃતસર, ચંદીગઢ, લખનૌ, વારાણસી અને પટના જેવા શહેરોમાં પણ ગાઢ ધુમ્મસને કારણે હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે.