Mon Dec 08 2025

Logo

White Logo

પુતિને PM મોદીના વખાણ કરીને કહ્યું : મોદી દબાણ સામે ઝૂકનારા નેતા નથી...

3 days ago
Author: Tejas
Video

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન પુતિન અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે ત્યારે યુએસ દ્વારા ભારત પર લગાવવામાં આવેલ ટેરિફ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા નેતા નથી જેઓ દબાણ સામે ઝૂકી જાય. તેમણે આ નિવેદન એક પ્રશ્નના જવાબમાં આપ્યું હતું કે શું અમેરિકા ટેરિફ દ્વારા ભારત પર દબાણ કરી રહ્યું છે.

પુતિનને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, દિલ્હીમાં વડા પ્રધાન મોદી સાથેની તેમની દ્વિપક્ષીય વાતચીત અને ભારત-રશિયા સંબંધોના ભવિષ્ય વિશે પણ પૂછવામાં આવ્યું હતું. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેમણે વડા પ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે દુનિયાએ ભારતની અડગ નીતિ જોઈ છે અને દેશને તેના નેતૃત્વ પર ગર્વ હોવો જોઈએ. પુતિને એમ પણ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે 90 ટકાથી વધુ દ્વિપક્ષીય વ્યવહારો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.

ભારત-રશિયા સહયોગ અને ઐતિહાસિક સંબંધો

પુતિને કહ્યું છે કે ચર્ચા કરવા માટે ઘણું બધું છે, કારણ કે ભારત અને રશિયા વચ્ચે સહયોગનો વ્યાપ ખૂબ વ્યાપક છે. તેમણે બંને દેશો વચ્ચેના અનોખા ઐતિહાસિક સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે સ્વતંત્રતા પછી ભારતની પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે માત્ર 77 વર્ષમાં દેશે નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે.

પુતિને અત્યાર સુધીમાં ભારતની નવ મુલાકાતો કરી છે, જેમાંથી ત્રણ મોદીના કાર્યકાળ દરમિયાન થઈ છે. ડિસેમ્બરમાં આ મુલાકાત તેમની દસમી હશે. આ દરમિયાન, વડા પ્રધાન મોદી સાત વખત રશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.