Mon Dec 22 2025

Logo

White Logo

માત્ર ₹100માં સ્ટેડિયમમાં બેસીને T20 વર્લ્ડ કપની મેચ જોઈ શકાશે, : જાણો ટિકિટના ભાવ

4 days ago
Author: Savan Zalariya
Video

કોલકાતા: ભારતીય ક્રિકટ ચાહકો માટે નવા વર્ષની શરૂઆત ધમાકેદાર રહેવાની છે, T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાવાનો છે, આ ટુર્નામેન્ટની પહેલી મેચ 7 ફેબ્રુઆરીના રોજ રમાશે. એવામાં મેચોની ટિકિટનું વેચાણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, એ પહેલા જાહેરાત કરવામાં આવી છે કે દર્શકો માત્ર 100 રૂપિયામાં પણ સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ શકશે.

T20 વર્લ્ડ કપ 2026 હેઠળ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં યોજાનારી મેચો માટેની ટીકીટો ભાવ અંગે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ ગઈ કાલે 17 ડિસેમ્બરે મહત્વની જાહેરાત કરી હતી.  CABએ જણાવ્યું કે T20 વર્લ્ડ કપની કેટલીક મેચોની ટિકિટ 100 રૂપિયામાં પણ મળશે. જો કે ભારતીય ટીમની મેચો માટેની ટિકિટ મોંઘી હશે.
T20 વર્લ્ડ કપ 2026 હેઠળ ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી ગ્રુપ સ્ટેજની મેચો અને નોકઆઉટ રાઉન્ડની મેચો માટે કિંમતો અલગ અલગ રાખવામાં આવી છે. 

CABએ આપેલી જાણકરી મુજબ ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી બાંગ્લાદેશ vs ઇટાલી, ઇંગ્લેન્ડ vs ઇટાલી અને વેસ્ટ ઇન્ડીઝ vs ઇટાલીની ગ્રુપ મેચોની ટિકિટના ભાવ નીચે મુજબ છે:

પ્રીમિયમ હોસ્પિટાલિટી (B પ્રીમિયમ)- 4,000 રૂપિયા 
લોઅર બ્લોક B અને L - 1,000 રૂપિયા 
લોઅર બ્લોક C, F અને K- 200 રૂપિયા
લોઅર બ્લોક D, E, G, H અને J- 200 રૂપિયા
અપર બ્લોક B1, C1, D1, F1, G1, H1, K1 અને L1- માત્ર 100 રૂપિયા હશે.

અહીં યોજાનારી વેસ્ટ ઈન્ડિઝ vs બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ vs બાંગ્લાદેશની ગ્રુપ મેચો માટે ટિકિટના ભાવ નીચે મુજબ રાખવામાં આવ્યા છે:

પ્રીમિયમ હોસ્પિટાલિટી (B પ્રીમિયમ)- 5,000 રૂપિયા=
લોઅર બ્લોક્સ B અને L- 1,500 રૂપિયા
લોઅર બ્લોક્સ C, F અને K - 1,000 રૂપિયા 
લોઅર બ્લોક્સ D, E, G, H અને J- 500 રૂપિયા 
અપર બ્લોક્સ B1, C1, D1, F1, G1, H1, K1 અને L1- 300 રૂપિયા

ઇડન ગાર્ડન્સ ખાતે યોજાનારી સુપર-8 મેચ અને સેમિફાઇનલ માટેની ટીકીટના ભાવ નીચે મુજબ રાખવામાં આવ્યા છે:

પ્રીમિયમ હોસ્પિટાલિટી (B પ્રીમિયમ)- 10,000 રૂપિયા
લોઅર બ્લોક B અને L- 3,000 રૂપિયા 
લોઅર બ્લોક C, F અને K- 2,500 રૂપિયા 
લોઅર બ્લોક D, E, G, H અને J- 1,500 રૂપિયા
અપર બ્લોક B1, C1, D1, F1, G1, H1, K1 અને L1- 900 રૂપિયા

ભારતીય ટીમ ઇદન ગાર્ડન્સમાં લીગ મેચ નહીં રમે:

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2026ની એક પણ લીગ મેચ ઇડન ગાર્ડન્સમાં નહીં રમે, ભારતીય ટીમ તેની લીગ મેચ દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોલંબો (શ્રીલંકા)માં રમશે. પણ ભારતીય ટીમ સુપર-8 મેચ અને સેમિફાઇનલ આ મેદાનમાં રમી શકે છે, જો એ તો ટુર્નામેન્ટ શરુ થયા બાદ પોઈન્ટ ટેબલના આધારે નક્કી થશે.