Mon Dec 22 2025

Logo

White Logo

અમેરિકાની સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ પર એર સ્ટ્રાઈક : ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરુ

Washington DC   2 days ago
Author: chandrakant Kanoja
Video

વોશિંગ્ટન: અમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ  ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરૂ કર્યું છે. જેમાં 13 ડિસેમ્બરના રોજ  પાલમાયરામાં  અમેરિકન સૈનિકો અને એક દુભાષિયાની હત્યાના બાદ ટ્રમ્પના આદેશથી 70 થી વધુ સ્થળો  પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું કે આ યુદ્ધની શરૂઆત નથી પરંતુ બદલો લેવાની કાર્યવાહી છે. 

આઈએસઆઈએસ ના ગઢમાં જોરદાર હુમલા

આ હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, સીરિયામાં આઈએસઆઈએસ  દ્વારા બહાદુર અમેરિકન દેશભક્તોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હું જાહેરાત કરું છું કે અમેરિકા  જવાબદાર ખૂની આતંકવાદીઓ સામે ખૂબ જ ગંભીર બદલો લેવાની કાર્યવાહી કરી રહ્યું છે. અમે સીરિયામાં આઈએસઆઈએસ ના ગઢમાં જોરદાર હુમલા કરી રહ્યા છીએ, જે સ્થળ લોહીથી રંગાયેલું અને સમસ્યાઓથી ભરેલું છે.

ટ્રમ્પે આતંકવાદીઓને ચેતવણી આપી 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સીરિયાની સરકાર જેનું નેતૃત્વ એક એવું વ્યક્તિ કરી રહી છે જે સીરિયામાં મહાનતા પરત લાવવા ખુબ મહેનત કરી રહી છે. તેને અમેરિકાનું પૂર્ણ સમર્થન છે. તેમજ અમેરિકા પર હુમલો કરનારા આતંકવાદીઓને ચેતવણી  આપવામાં આવી રહી છે. જો તે અમેરિકા પર હુમલો કરે છે અથવા તો ધમકી આપે છે તો પહેલા કરતા જોરદાર હુમલા માટે તૈયાર રહે. 

સીરિયામાં આઈએસઆઈએસને ખતમ કરવા અમેરિકાએ કમર કસી 

અમેરિકાના ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈકનો  હેતુ સીરિયામાં આઈએસઆઈએસને ખતમ કરવા અને અમેરિકન સૈનિકોને સુરક્ષિત રાખવાનો છે. જયારે અહેમદ અલ-શારાના નેતૃત્વ હેઠળની નવી સીરિયન સરકાર પણ અમેરિકાને ટેકો આપ્યો છે.