Tue Dec 16 2025

Logo

White Logo

મુંબઈ BMC સહિત મહારાષ્ટ્રની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર, : આજથી આચારસંહિતા લાગુ

23 hours ago
Author: mumbai samachar teem
Video

ચૂંટણીની તારીખથી લઈને પરિણામ વગેરેનું સંપૂર્ણ શેડ્યૂલ એક જ ક્લિકમાં જાણો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે મુંબઈ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્શન કમિશનર દિનેશ વાઘમારે સહિત અન્ય અધિકારીની આગેવાનીમાં આજે રાજ્યની તમામ મહાનગર પાલિકાની ચૂંટણીની ડેટ જાહેર કરવામાં આવી. પંદરમી જાન્યુઆરીના એક જ તબક્કામાં મતદાન થશે અને 16 જાન્યુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં 10,111 મતદાન કેન્દ્ર હશે

મહાનગપાલિકાની ચૂંટણીના પરિણામો 16 જાન્યુઆરીના જાહેર કરવામાં આવશે. રાજ્યમાં 10,111 મતદાન કેન્દ્રો હશે, જ્યારે પહેલી જુલાઈ, 2025ની મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે. 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરના નામાંકન કરી શકે છે. ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટે બીજી જાન્યુઆરી, 2026 સુધી પરત ખેંચી શકે છે. 

એક જ તબક્કામાં ચૂંટણી અને પરિણામ

મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણી અંગે કેટલાય સમયથી રાહ જોવામાં આવી રહી હતી, જે રાહનો આજે ચૂંટણી પંચે અંત આણ્યો છે. મુંબઈમાં અગાઉ 2017માં ચૂંટણી યોજવામાં આવી હતી, જ્યારે મુંબઈમાં કાર્યકાળ 2022માં પૂરો થયો હતો. મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરપાલિકા સહિત 29 મહાનગરપાલિકાની ચૂંટણી એક જ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. પંદરમી જાન્યુઆરી 2026ના ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે બીજા દિવસે એટલે 16મી જાન્યુઆરીના પરિણામો જાહેર કરવામાં આવશે.

ઈવીએમથી વોટિંગ કરવામાં આવશે

આજથી ચૂંટણી અંગેની રાજ્યમાં આચારસંહિતા લાગુ પાડવામાં આવી છે. મતદાનની તારીખના 24 કલાક પહેલા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે. મુંબઈમાં કુલ 3.48 કરોડથી વધુ મતદાર હશે, જ્યારે કુલ મહાનગરપાલિકાની સંખ્યા 29 છે. 29 મહાનગરપાલિકામાંથી 2,869 નગરસેવકની પસંદગી માટે મતદાન કરવામાં આવશે તેમ જ મતદાન ઈવીએમથી કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું છે કે વોટર લિસ્ટમાં જેમના બે નામ હશે તેમના નામની આગળ ડબલ સ્ટાર હશે.