આજકાલ દરેક વ્યક્તિનું બેંકમાં ખાતું હોય એ ખૂબ જ સ્વાભાવિક બાબત છે. આપણે આપણી પરસેવાની કમાણી બેંકમાં સુરક્ષિત રાખી મૂકીએ છીએ. પરંતુ છેલ્લાં કેટલાક સમયમાં બેંકોની સ્થિતિ જોઈએ તો બેંકમાં પણ આપણા પૈસા સુરક્ષિત છે કે નહીં એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. જો તમને પણ આવો સવાલ સતાવી રહ્યો હોય તો આ સ્ટોરી તમારા માટે જ છે. કેન્દ્રિય બેંક તરીકે ઓળખાતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશની સૌથી સુરક્ષિત કહી શકાય એવી બેંકોની યાદી બહાર બહાર પાડી છે. ચાલો જોઈએ કઈ બેંકને આરબીએ દ્વારા સુરક્ષિત ગણાવવામાં આવી છે અને એમાં તમારું ખાતું છે કે નહીં...
બે પ્રાઈવેટ અને એક સરકારી બેંકનો સમાવેશ
આરબીઆઈ દ્વારા આ વર્ષની શરૂઆતમાં જ ડોમેસ્ટિક સિસ્ટમિકલી ઈમ્પોર્ટન્ટ બેંક (D-SIBs) હેઠળ એક યાદી બહાર પાડી છે. ડોમેસ્ટિક સિસ્ટમિકલી ઈમ્પોર્ટન્ટ બેંકનો અર્થ એવો થાય છે કે આ યાદીમાં રહેલી બેંક ડોમેસ્ટિક સિસ્ટમ માટે ખૂબ જ મહત્ત્વની છે. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં એક સરકારી અને બેં પ્રાઈવેટ બેંકોના નામનો સમાવેશ થાય છે.
શું છે આ D-SIB કેટેગરી?
વાત કરીએ આ D-SIB કેટેગરીની તો તેનો અર્થ ડોમેસ્ટિક સિસ્ટેમિકલી ઈમ્પોર્ટન્ટ એવો થાય છે. આ ત્રણેય બેંક એટલી હદે મહત્વની છે કે જેના પડી જવાથી દેશની અર્થવયવસ્થા ભાંગી પડશે અને આ જ કારણ છે કે સરકાર કે RBI આ બેંકને કયારેય ડૂબવા નથી દેતી.
કઈ છે આ ત્રણ બેંક?
આરબીઆઈ દ્વારા આ વર્ષે પણ દેશની સૌથી સુરક્ષિત બેંકોની યાદી બહાર પાડવામાં આવી છે. ફરી એક વખત સૌથી સુરક્ષિત બેંકોમાં એસબીઆઈ (SBI), એચડીએફસી (HDFC) અને આઈસીઆઈસીઆઈ (ICICI)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય બેંકોનો સમાવેશ આરબીઆઈની ડી-એસબીઆઈ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા આ જાહેરાત 31મી માર્ચ, 2025ના ડેટા પર આધારિત છે.
ફંડિગ રાખવાનો નિયમ
આરબીઆઈ દ્વારા સૌથી સુરક્ષિત જાહેર કરવામાં આવેલી ત્રણેય બેંકોએ અન્ય બેંકની સરખામણીએ વધારે ભંડોળ રાખવું પડે છે. આ ડિપોઝીટ જ મુશ્કેલ સમયમાં બેંકની રક્ષા કરે છે. આરબીઆઈ દ્વારા આ બેંકોને અલગ અલગ બકેટમાં રાખી જેમાં એસબીઆઈ બકેટ ફોર (0.80 વધારે સીઈટી 1), એચડીએફસી બકેટ ટુ (0.40 ટકા) અને આઈસીઆઈસીઆઈ બકેટ વન (0.20 ટકા)નો સમાવેશ થાય છે. આ નિયમ પહેલી એપ્રિલ, 2027થી લાગુ કરવામાં આવશે.
ક્યારથી થઈ શરૂઆત?
આરબીઆઈ દ્વારા આ યાદી બહાર પાડવાની શરૂઆત આજથી દસ વર્ષ પહેલાં એટલે કે 2015થી કરવામાં આવી હતી. જો તમારું પણ બેંક એકાઉન્ટ આ બેંકમાં છે તો તમારા પૈસા, મૂડી એકદમ સુરક્ષિત છે અને તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા પૈસા આ ત્રણેય બેંકોમાં સુરક્ષિત છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ અવશ્ય શેર કરો. આવી જ બીજી કામની અને મહત્ત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.