તાઈપેઈઃ તાઈવાનના યિલાન કાઉન્ટી પાસે 32 કિમી દૂર 7.0 ની તીવ્રતાનો મજબૂત ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે મોડી રાત્રે તાઇવાનના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠે 7.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે રાજધાની તાઈપેઈમાં ઇમારતો હલી ગઈ હતી. ભૂકંપની ઊંડાઈ 73 કિમી હતી જો કે, જાનમાલને કોઈ મોટું નુકસાન ના થયું હોવાના કારણે સરકારને રાહત થઈ હતી. જોકે, નુકસાન કેટલું થયું છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તાઇવાનની રાજધાની તાઇપેઈમાં ઘણી ઇમારતોને હચમચાવી દીધી હતી. ભૂકંપની ઊંડાઈ 73 કિમી (45 માઇલ) નોંધાઈ હતી. ભૂકંપના કારણે થયેલા નુકસાન વિશે સરકાર દ્વારા સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. મીડિયા અહેવાલ પ્રમાણે, હજુ સુધી કોઈ નુકસાન થયું નથી, પરંતુ યિલાનમાં 3,000 થી વધુ ઘરોમાં વીજળી ગઈ હોવાની વિગતો મળી છે. તાઈવાનમાં આ પહેલા 2016માં પણ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં 100થી પણ વધારે લોકોનો જીવ ગયો હતો.
તાઈવાનમાં શા માટે ભૂકંપ આવે છે?
તાઈવાનમાં આવતા ભૂકંપની વાત કરવામાં આવે તો, અહીં અનેક શક્તિશાળી ભૂકંપ આવ્યા છે, જેમાં અનેક લોકોના મોત પણ થયાં છે. તાઇવાન બે ટેક્ટોનિક પ્લેટોના જંકશનની નજીક આવેલું હોવાના કારણે અહીં હંમેશા ભૂકંપનું જોખમ રહેલું છે. 2016માં તાઇવાનમાં પણ ભયંકર ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે 1999માં 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે ભૂકંપના કારણે એક બે નહીં પરંતુ 2000થી વધુ લોકો માર્યા ગયા હતા. તાઇવાન ભૂકંપની દ્રષ્ટિએ સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક છે.
જાપાન, ફિલિપાઇન્સ અને ચીનમાં પણ આંચકા અનુભવાયા
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેના આંકડા પ્રમાણે આ ભૂકંપના આંચકા જાપાન, ફિલિપાઇન્સ અને ચીનમાં પણ અનુભવાયા હતા. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, લોકોએ આગમી બે દિવસ સુધીમાં 5.5 થી 6.0 ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ માટે તૈયાર રહેવું પડશે. 2025માં અનેક દેશોમાં શક્તિશાળી ભૂકંપના આવ્યાં છે. અત્યારે સુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે.